Omicron: ગુજરાતમાં વધતા કોરોના કેસને લઇને આરોગ્ય વિભાગ સતર્ક, દરેક જિલ્લામાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા સૂચના

આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યુ કે જિલ્લામાં એક હોટેલ ડેઝિગનેટ થઇ ગઇ છે. એક પ્રાઇવેટ હોસ્પિટલ પણ ડેઝિગનેટ થઇ ગઇ છે. જેથી લોકોને આઇસોલેટ કરવામાં કોઇ તકલીફ ન પડે અને અન્ય દર્દીઓને પણ હાલાકી ન પડે.

Omicron: ગુજરાતમાં વધતા કોરોના કેસને લઇને આરોગ્ય વિભાગ સતર્ક, દરેક જિલ્લામાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા સૂચના
Omicron Case increasing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 7:55 PM

ઓમિક્રોન (Omicron) અને કોરોના(Corona)ના વધી રહેલા કેસને લઇને સરકારની ચિંતામાં વધારો થયો છે. જેથી સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતમાં થઇ રહેલી તૈયારીઓ અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગના સચિવ (Secretary of the Department of Health) મનોજ અગ્રવાલે (Manoj Agarwal) કહ્યુ કે ટેસ્ટિંગ અને વેક્સિનેશન પર ભાર મુકાઇ રહ્યો છે. સાથે જ તમામ મહાનગરપાલિકાઓને જ્યાં પણ ક્લસ્ટર કે જુથ દેખાય તેને માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવા પણ સૂચના આપી છે અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવા કહેવાયુ છે.

મનોજ અગ્રવાલનું નિવેદન

મોટાભાગના સંક્રમણના કેસ મહાનગરોમાં નોંધાઇ રહ્યા છે. એ પ્રમાણે મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જાણ કરવામાં આવી છે કે જ્યાં જરા પણ ક્લસ્ટર કે જુથ કે એવુ કઇપણ દેખાય તેને તાત્કાલિક માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરે, ત્યાં લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મુકે, ત્યાંનુ મોનિટરિંગ પણ સતત કરે. તેના માટે જો જરુરિયાત ઊભી થાય તો ટેસ્ટિંગ ડોમ ઊભા કરવા અને રસી ન લીધી હોય તો તેમને રસી લેવડાવે. શંકાસ્પદ કેસોમાં RTPCR ટેસ્ટ કરાવવા, સેમ્પલ પણ લેવાય તેવી વ્યવસ્થા કરવા માટે સૂચના આપી દેવાઇ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હોટેલ અને હોસ્પિટલ ડેઝિગનેટ કરાઇ

દરેક જિલ્લામાં એક હોટેલ ડેઝિગનેટ થઇ ગઇ છે. એક પ્રાઇવેટ હોસ્પિટલ પણ ડેઝિગનેટ થઇ ગઇ છે. જેથી લોકોને આઇસોલેટ કરવામાં કોઇ તકલીફ ન પડે અને અન્ય દર્દીઓને પણ હાલાકી ન પડે. બિનજરુરી ફેલાતા સંક્રમણને પણ આ રીતે રોકી શકાશે.

આઇસોલેશન માટે માળખુ ઊભુ કરાયુ

આ તરફ લોકોને આઇસોલેટ કરવામાં કોઇ તકલીફ ન પડે તે માટે સરકારી હોસ્પિટલ્સ સાથે પ્રાઇવેટ હોસ્પિટલ્સને પણ ડેઝીગનેટ કરવા સૂચના અપાઇ છે. તમામ જિલ્લામાં એક પ્રાઇવેટ હોસ્પિટલને આઇસોલેશન માટે ડેઝીગનેટ કરવા સૂચના આપી દેવાઇ છે. એટલુ જ નહીં આઇસોલેશન માટે પણ માળખુ ઊભુ કરવાની કવાયત હાથ ધરાઇ છે.

આ પણ વાંચોઃ Happy Birthday : ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહે જેકી ભગનાનીને ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા

આ પણ વાંચોઃ Gram Panchayat Election પરિણામો બાદ અનોખી ઉજવણી, વિજેતાને હારેલા ઉમેદવારે હાર પહેરાવ્યો, પુત્રની જીત પર પિતાએ મુંડન કરાવ્યું

આ પણ વાંચોઃ Technology: શું છે Web 3.0 ? તેના આવવાથી શું બદલશે ? જાણો સરળ ભાષામાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">