નર્મદા કિનારે પશુ ચરાવતા વૃદ્ધને મગર નદીમાં ખેંચી ગયો, વનવિભાગે તપાસ હાથ ધરી

રક્ષાબંધન પર્વે ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે પશુ ચરાવવા ગયેલા વૃદ્ધને મગર પાણીમાં ખેંચી ગયો હતો. સ્થાનિકોને ઘટનાની જાણ થતા બોટ સાથે લાપતા પશુપાલકની શોધખોળ શરૂ કરાઈ હતી જોકે બાદમાં તેમની નર્મદા નદીમાંથી લાશ મળી આવી હતી.

સમાચાર સાંભળો
નર્મદા કિનારે પશુ ચરાવતા વૃદ્ધને મગર નદીમાં ખેંચી ગયો, વનવિભાગે તપાસ હાથ ધરી
Survey and exploration operations in the river Narmada can be seen

ફરીએકવાર નર્મદા નદીના કિનારે મગરોએ પોતાની હાજરી પુરાવી સ્થાનિકોમાં ચિંતા જન્માવી છે. બે દિવસ અગાઉ જુના નેશનલ હાઇવે નજીક મગર ખાડીમાં નજરે પડ્યો હોવાના વિડીયો વાઇરલ થયા બાદ આજે મગરે ઝગડિયામાં એક પશુપાલકનો જીવ લીધો હોવાના અહેવાલ v છે. બનાવ સંદર્ભે વનવિભાગને જાણ કરવામાં આવતા સર્વે અને પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રક્ષાબંધન પર્વે ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે પશુ ચરાવવા ગયેલા વૃદ્ધને મગર પાણીમાં ખેંચી ગયો હતો. સ્થાનિકોને ઘટનાની જાણ થતા બોટ સાથે લાપતા પશુપાલકની શોધખોળ શરૂ કરાઈ હતી જોકે બાદમાં તેમની નર્મદા નદીમાંથી લાશ મળી આવતા ગામમાં ભય સાથે ગમગીની ફેલાઈ છે. જોકે વૃદ્ધની લાશને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક આરોગ્યકેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી

લીમોદરા ગામે રહેતા 60 વર્ષીય રામજીભાઈ રબારી રવિવારે સવારે 10.30 કલાકના અરસામાં ગાયો ચરાવવા ગયા હતા. દરમિયાન લાડવાવાડ નજીકથી પસાર થતી નર્મદા નદી કિનારેઅ પાસેથી પસાર થતી વેળા વૃદ્ધને મગર ખેંચી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી.

ઘટનાની જાણ ગ્રામજનોને થતા લોકોના ટોળે ટોળા નદી કિનારે ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસ અને વન વિભાગને કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બોટ દ્વારા તપાસ કરવામાં આવતા નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતકના પગમાં ઇજાના નિશાન મળી આવ્યા છે જે જોતા મગર પગથી પકડી તેને પાણીમાં ખેંચી ગયો હોય તેવા અનુમાન લગાવાઈ રહ્યા છે. વનવિભાગ અને પોલીસે મામલે સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. જોકે પોસ્ટ મોટરના રિપોર્ટ બાદ ઘટના પાછળની સ્પષ્ટ હકીકત બહાર આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત મોટ નોંધ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે વન વિભાગ મગર અંગે તપાસ ચલાવી રહ્યું છે. મગરના હુમલાની ઘટનાને લઈ હાલ તો ગામમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.

ગ્રામજનોએ મગરને પકડવા પાંજરૂ મુકવા માંગ કરતા વન વિભાગે તે અંગે પણ કવાયત હાથ ધરી છે. નદી કિનારે ગ્રામજનોને નહિ જવા સૂચના અપાઈ છે. નદીમાં ફરી મગરની દહેશતને લઈ ફફડાટ જોવા મળી રહ્યો છે. આ અગાઉ બે દિવસ પહેલા જુના નેશનલ હાઇવે નજીક ખાડીમાં મગરના વિડીયો વાઇરલ થતા ભય ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં નર્મદા કિનારા નજીક બે – ત્રણ વર્ષ મગરોએ ભારે આતંક મચાવ્યો હતો જે બાદ ફરી આ પ્રકારની ઘટનાઓ ચિંતા જન્માવી રહી છે.

 

આ પણ વાંચો :   e-filing પોર્ટલની હલ ન થતી સમસ્યાઓ બાબતે હવે સરકારની ધીરજ ખૂટી, Infosys ના MD ને સમન્સ મોકલી માંગ્યો જવાબ

 

આ પણ વાંચો :   Raksha Bandhan : કારોબારની દુનિયામાં ડંકો વગાડનાર ભાઈ-બહેન, જાણો અંબાણીથી લઈ પોદ્દાર પરિવારના કોણ છે એ સંતાન

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati