સુરત ફાયર વિભાગની અગ્રેસર કામગીરી, જાણો એક મહિનામાં કેટલી મિલકતોને NOC આપ્યા

સુરત ફાયર વિભાગની અગ્રેસર કામગીરી, જાણો એક મહિનામાં કેટલી મિલકતોને NOC આપ્યા
સુરત ફાયર વિભાગની વખાણવા લાયક કામગીરી

ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા બાબતે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. આ બાદ સુરતમાં એક મહિનામાં ફાયર સેફટી અંગે 382થી વધુ એનઓસી આપવામાં આવી છે.

Parul Mahadik

| Edited By: Gautam Prajapati

Jul 03, 2021 | 1:28 PM

હોસ્પિટલો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતની મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા બાબતે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. આ બાદ સુરત સહિત રાજ્યની 6 મહાનગર પાલિકા દ્વારા ફાયર સેફ્ટીની સુવિધાઓ અને ફાયર NOC બાબતે ખુબ જ આક્રમક કામગીરી કરવામાં આવી છે. તેમાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા બાબતે મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

એક મહિનામાં આટલી અપાઈ NOC

છેલ્લા એક મહિનામાં સુરત મહાનગરપાલિકા દ્વારા 61 રેસીડેન્સી બિલ્ડિંગો, 91 કોમર્શિયલ બિલ્ડીંગ, પાંચ ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ માર્કેટ, 47 સ્કૂલ-કોલેજો, 96 હોસ્પિટલો, 21 હોટલ રેસ્ટોરન્ટ, 3 ગોડાઉન અને 10 પેટ્રોલ પંપને ફાયર સેફટી અંગેની એનઓસી આપવામાં આવી છે.

સુરતની કામગીરી રાજ્યમાં અગ્રેસર

મહત્વની વાત તો એ છે કે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની કામગીરી ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા બાબતે ખુબ જ આક્રમક રહી છે. એટલું જ નહીં ફાયરસેફ્ટી ઉભી કરી એન.ઓ.સી. આપવામાં પણ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ રાજ્યમાં સૌથી અગ્રેસર રહ્યું છે.

382થી વધુ કોમર્શિયલ બિલ્ડીંગોને NOC

છેલ્લા એક મહિનામાં 382થી વધુ કોમર્શિયલ બિલ્ડીંગોને એન.ઓ.સી. આપવામાં આવી છે. રાજ્ય સરકાર લેવલે સુરત સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકા તથા અન્ય ઓથોરિટી દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા બાબતે કરાયેલી કામગીરી અંગે વીડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.

એનઓસી આપવાની પ્રક્રિયા ઓનલાઈન થશે

આવનારા દિવસોમાં બિલ્ડીંગોને એનઓસી આપવાની પ્રક્રિયા ઓનલાઈન થઈ જવાની છે. જેના કારણે મિલ્કતદારોને વધુ રાહત મળશે. ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી ફાયર સેફટી મામલે કડક વલણ રાખવામાં આવ્યું છે.

ફાયર વિભાગની ટીમો અલગ અલગ ઝોનમાં બિલ્ડીંગોનો સર્વે કરીને ફાયર ચેકીંગ કરે છે. ફાયર સેફટી ન હોય તેવી મિલ્કતને સિલ મારવાની કામગીરી પણ કરવામાં આવે છે. આમ, આ મામલે પણ સુરત ફાયર વિભાગ સતર્કતા દાખવી રહ્યું છે.

આ પણ વાંચો: Surat: કોરોનાની ત્રીજી લહેરનો વિદ્યાર્થી સંગઠનોમાં ભય, ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો

આ પણ વાંચો: Surat : 500 થી વધુ રત્ન કલાકારોએ પગાર વધારાની માગ સાથે દર્શાવ્યો વિરોધ

આ પણ વાંચો: Surat : ડિજિટલ યુગમાં ડિજિટલ ચોરી, ઓનલાઇન પરીક્ષામાં વિધાર્થીઓ આ રીતે કરે છે ચોરી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati