રાજયમાં કાળઝાળ ગરમી હજુ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હાલ ગરમીથી કોઈ રાહત નહીં મળે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે, રાજ્યમાં સૌથી વધુ ગરમી ગાંધીનગરમાં નોંધાઈ છે. ગાંધીનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી, રાજકોટમાં 44.1 ડિગ્રી, અમદાવાદમાં 44 ડિગ્રી, ડિસામાં 43.2 ડિગ્રી, ભાવનગરમાં 41.4 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી, અમરેલીમાં 42.9 ડિગ્રી અને સુરતમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
કાળઝાળ ગરમીનો કોઈ તોડ નથી. તાપ હજુ સહન કર્યા સિવાય, કોઈ વિકલ્પ નથી. હવામાન વિભાગની આગાહી છે કે, ગરમી ઘટે તે માટે રાજ્યવાસીઓએ હજુ 2 દિવસ રાહ જોવી પડશે
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો