અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં 28 ફેબ્રુઆરી સુધી, રાત્રીના 12થી સવારના 6 સુધી કરફ્યુ યથાવત

ગુજરાતમાં દિવાળીમાં કોરોના વિસ્ફોટ થયા બાદ, કોરોનાને નિયત્રણમાં લેવા માટે સરકારે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા શહેરમાં રાત્રી કરફ્યુ ( curfew) લાદયો હતો. ગુજરાત સરકારે રાત્રી કરફ્યુ આગામી 28 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે. પરંતુ તેમાં એક કલાકની છુટ આપીને હવે રાત્રીના 12 લાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં 28 ફેબ્રુઆરી સુધી, રાત્રીના 12થી સવારના 6 સુધી કરફ્યુ યથાવત
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં આગામી 28 ફેબ્રુઆરી સુધી રાત્રીના 12થી સવારના 6 સુધી કરફ્યુ

ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ ( curfew ) આગામી 28મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે રાત્રી કરફ્યુમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હવે રાત્રી કરફ્યુ રાત્રીના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી અમલમાં રહેશે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે, ગુજરાત સરકારે, દિવાળી બાદ રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લાદયો હતો. જેમાં ક્રમશ એક એક કલાકની છુટ આપીને હવે મધ્યરાત્રીના 12 વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધીનો જ કરફ્યુ લાદવાનો નિર્ણય કરાયો છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati