ગુજરાતના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ, 5 મે સુધી રાત્રે 8થી બીજા દિવસે સવારના 6 સુધી રહેશે કરફ્યુ

રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત, આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે. આ નિયંત્રણો દરમિયાન ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

  • Bipin Prajapati
  • Published On - 11:53 AM, 27 Apr 2021
ગુજરાતના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ, 5 મે સુધી રાત્રે 8થી બીજા દિવસે સવારના 6 સુધી રહેશે કરફ્યુ

ગુજરાતના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ, 5 મે સુધી રાત્રે 8થી બીજા દિવસે સવારના 6 સુધી રહેશે કરફ્યુ. અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે. આ ઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.