નવરાત્રિ પર્વમાં ખેલૈયાઓમાં અવનવા ટેટુનો ક્રેઝ, કોરોના, વેક્સિનેશન અને પ્રદુષણની થીમ પર ટેટુ કરાવ્યા

ટેટુ બનાવનારની વાત માનીએ તો દર વર્ષે નવરાત્રિ પર ખેલૈયાઓ ટેટુ બનાવતા હોય છે. જે સંખ્યામાં દર વર્ષે વધારો થતો હોય છે તેવું જણાવ્યું. સાથે જ ગત વર્ષે નવરાત્રિ ન થઈ શકવાના કારણે તેની સરખામણીએ પણ વધુ લોકોએ આ વર્ષે ટેટુ બનાવ્યા છે.

નવરાત્રિ પર્વમાં ખેલૈયાઓમાં અવનવા ટેટુનો ક્રેઝ,  કોરોના, વેક્સિનેશન અને પ્રદુષણની થીમ પર ટેટુ કરાવ્યા
New tattoos on the theme of Craze, Corona, Vaccination and Pollution in Navratri

નવરાત્રિ પર્વની શરૂઆત થઈ ગઈ છે અને ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે રમી રહ્યા છે. જે નવરાત્રિની લોકો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે કેટલાક યંગ ખેલૈયાઓ દ્વારા આ નવરાત્રિ પર્વ પર લોકોને જાગૃત કરવાનો પ્રયાસ જોવા મળ્યો. જેમાં ખેલૈયાઓએ પોતાના શરીર પર ટેટુ બનાવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો.

આનંદનગર પ્રહલાદનગર રોડ પર આવેલ બ્લેક પોઈશન ટેટુના ત્યાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ટેટુ કરવા પહોંચ્યા હતા. જેઓએ પોતાના શરીર પર નવરાત્રિ પર્વ સહિત કોરોના. વેકસીનેશન અને પ્રદુષણ અંગેની થીમ બનાવી ટેટુ બનાવ્યા. અને લોકોને સંદેશ આપી જાગૃત કરવાનો પ્રયાસ કર્યો કે કોરોના હજુ છે. જે કોરોના વચ્ચે રાજ્ય સરકારે sop સાથે નવરાત્રી પર્વને મંજૂરી આપી જે sop નું પાલન થવું જરૂરી છે. સાથે વેકસીનની થીમ પરથી સંદેશ આપ્યો કે તમામે વેકસીન લઈ લેવી. કેમ કે કોરોના ગાઈડલાઈન અને વેકસીન લોકોનું રક્ષણ કરી શકશે. તો સાથે જ વધતા જતા પ્રદુષણને લઈને લોકો.આ જાગૃતિ અને લોકો પ્રદુષણ અટકાવતા થાય તેવા ભાવ રૂપે પ્રદુષણની થીમ પર પોતાના શરીર પર ટેટુ બનાવ્યા.

ટેટુ બનાવનારની વાત માનીએ તો દર વર્ષે નવરાત્રિ પર ખેલૈયાઓ ટેટુ બનાવતા હોય છે. જે સંખ્યામાં દર વર્ષે વધારો થતો હોય છે તેવું જણાવ્યું. સાથે જ ગત વર્ષે નવરાત્રિ ન થઈ શકવાના કારણે તેની સરખામણીએ પણ વધુ લોકોએ આ વર્ષે ટેટુ બનાવ્યા છે.

તો ટેટુ કરાવનારની વાત માનીએ તો તેઓ તેમાં કેટલાક થોડા વર્ષથી ટેટુ બનાવતા હતા. તો કેટલાકે પહેલી વાર ટેટુ બનાવ્યા. જેમાં પહેલી વાર ટેટુ બનાવનારે ટેટુ બનાવવાની ઈચ્છા દર્શાવી ગત વર્ષે કોરોનાના કારણે ઉજવણી નહિ થતા ટેટુ નહિ બનાવી શક્યનું જણાવી આ વર્ષે મંજૂરી મળી, ત્યારે લોકોને અલગ ટેટુ લાગે તેમજ નવી થીમ જોવા મળે અને કોરોના વેકસીનેશન અને પ્રદુષણ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસથી તેઓએ કોરોના અને વેકસીન તેમજ પ્રદુષણ અંગે જાગૃતિ આવે તર માટે બનાવ્યા હોવાનું જણાવ્યું.

આ પણ વાંચો : Narmada : કેવડીયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ, કેન્દ્રીય ગૃહસચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati