સુરતીઓ સાવધાન, હવે શહેરના આ 14 રોડ પર વાહન પાર્ક કરશો તો આપવી પડશે પાર્કિંગ ફી, શહેરમાં આજથી લાગૂ થઈ નવી પાર્કિંગ પોલીસી

વધતી વાહનોની વસ્તીને જોતા સુરતમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની રહી છે. જેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ બ્રિજ અને પાર્કિંગ સ્પોટ પણ તૈયાર કર્યાં. છતાં હજુ સમસ્યા યથાવત્ જ છે. જો કે હવે આ સમસ્યાનો ઉકેલ પણ મળી ગયો છે. સુરત કોર્પોરેશને સૂચવેલ પાર્કિંગ પોલિસીને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. આ પાર્કિંગ પોલિસી અન્ય શહેરોમા પણ લાગુ […]

સુરતીઓ સાવધાન, હવે શહેરના આ 14 રોડ પર વાહન પાર્ક કરશો તો આપવી પડશે પાર્કિંગ ફી, શહેરમાં આજથી લાગૂ થઈ નવી પાર્કિંગ પોલીસી
TV9 Web Desk3

|

Jan 20, 2019 | 8:51 AM

વધતી વાહનોની વસ્તીને જોતા સુરતમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની રહી છે. જેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ બ્રિજ અને પાર્કિંગ સ્પોટ પણ તૈયાર કર્યાં. છતાં હજુ સમસ્યા યથાવત્ જ છે. જો કે હવે આ સમસ્યાનો ઉકેલ પણ મળી ગયો છે. સુરત કોર્પોરેશને સૂચવેલ પાર્કિંગ પોલિસીને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. આ પાર્કિંગ પોલિસી અન્ય શહેરોમા પણ લાગુ પાડવામાં આવશે.

સુરતમાં આજથી નવી પાર્કિગ પોલિસીનો અમલ કરવામાં આવ્યો છે. નવી નીતિ અંતર્ગત પાર્કિગ અંગે જાગૃત કરવા માટે એક મહિના સુધી ચાર્જીસ લેવામાં આવશે નહીં. આ પોલિસીની જવાબદારી આસિસ્ટન્ટ કમિશનરને સોંપવામાં આવી છે. તો પાર્કિગની કામગીરીનો અમલ કરવા 15 માર્શલ અને એક અધિકારી સ્થળ પર હાજર રહેશે. પોલીસ દરેક ઝોનમાં ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિગ જાહેર કરશે. નોંધનીય છે કે, રાજ્યમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સૌપ્રથમવાર આ પાર્કિંગ પોલિસી બનાવી છે જે પોલિસીને ગત મહિને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી.

તો પાર્કિંગ પોલિસીથી સુરતમાં શું ફેરફાર થશે તેની વાત કરીએ.

સુરત મહાનગરની આ સૂચિત પાર્કિંગ પોલિસી રાષ્ટ્રીય શહેરી વાહન વ્યવહાર નીતિ 2006ને ધ્યાને રાખીને તૈયાર કરાઈ છે. નવી પાર્કિંગ પોલિસી મુજબ સુરતમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટેની ચાર્જેબલ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

શહેરના દરેક એટલે 7 ઝોનમાં 2 રોડ પસંદ કરવામાં આવ્યા છે. એટલે કે સુરતમાં કુલ 14 રોડ પર હાલ આ નવી પાર્કિંગ પોલિસી એક મહિના માટે લાગૂ કરવામાં આવી છે.

ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે ટુ વ્હીલર પાસે 10થી 40 રૂપિયા અને કાર કે તેથી મોટા વાહન પાસે 20થી 300 રૂપિયા ચાર્જ વસૂલ કરાશે.

ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટે કાર અને મોટા વાહનો પાસે 15થી 250 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરાય તેવી પોલિસીમાં જોગવાઈ છે.

આ સાથે વાહન માલિકો પોતાના ઘર કે કામકાજના સ્થળ પાસે પાર્કિંગ માટે વાર્ષિક કે અર્ધવાર્ષિક દર ચૂકવી પાર્કિંગ અને જગ્યાના વપરાશની રજા ચીઠ્ઠી મેળવી શકશે.

વસૂલ કરાયેલા પાર્કિંગના ચાર્જ અને દંડની રકમ પાર્કિંગ પ્લોટના બાંધકામ અને જાહેર વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ઉપયોગમાં લઈ શકાશે.

દિવ્યાંગજનોના આધુનિક વાહનો અને સાયકલ નિ:શુલ્ક પાર્ક થઇ શકશે.

સુરત કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પ્લાન તૈયાર કરી ‘નો પાર્કિંગ ઝોન’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાહનધારક પાર્કિંગ ફી ડેબિટકાર્ડ, ક્રેડિટ કાર્ડ કે મોબાઇલથી ચૂકવી શકશે.

જે નાગરિકને કોઈ મુદ્દે અસંતોષ કે વાંધો હોય તો અપીલ કરી શકે તેવી જોગવાઇ પોલિસીમાં કરવામાં આવી છે. આ પાર્કિંગ પોલિસીમાં સરકારી શાળાઓ, કચેરીઓ વગેરે જ્યાં ચોક્કસ સમય માટે ખુલ્લી જગ્યાઓ રહેતી હોય તો શેરિંગના ધોરણે પાર્કિંગ કરવા માટેનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

હવે જોઈએ એ રોડ્સ કે જ્યાં વાહન પાર્ક કરવું હશે તો આપવો પડશે ચાર્જ:

સુરતમાં આજથી નવી પાર્કિંગ નીતિનો અમલ

રાષ્ટ્રીય શહેરી વાહન વ્યવહાર નીતિ 2006ને ધ્યાને રાખીને તૈયાર
ઓન સ્ટ્રીટ પાર્કિંગ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટેની ચાર્જેબલ સુવિધા
ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે ટુ વ્હીલર માટે 10થી 40 રૂપિયા ચાર્જ
ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે કાર કે મોટા વાહન માટે 20થી 300 રૂપિયા ચાર્જ
ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટે કાર અને મોટા વાહનો માટે 15થી 250 રૂપિયા ચાર્જ

આ પણ વાંચો: સુરતીઓ આનંદો! તમારી મહેનત રંગ લાવી. સુરત એરપોર્ટથી ઉડાન ભરશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, જાણો સૌપ્રથમ આં.રા. ફ્લાઈટ કયા દેશની

વાહન માલિકો પાર્કિંગ માટે વાર્ષિક કે અર્ધવાર્ષિક દર ચૂકવી શકશે
પાર્કિંગ અને જગ્યાના વપરાશની રજા ચીઠ્ઠી મેળવી પડશે
વસૂલાયેલા દંડની રકમ સુવિધા ઉપલબ્ધ કરવામાં લઈ શકાશે
દિવ્યાંગના આધુનિક વાહનો અને સાયકલ નિ:શુલ્ક પાર્ક થઇ શકશે
પાર્કિંગ પ્લાન તૈયાર કરી ‘નો પાર્કિંગ ઝોન’નું પણ આયોજન કરાયું
પાર્કિંગ ફી ડેબિટ-ક્રેડિટ કાર્ડ કે મોબાઈલથી ચૂકવી શકાશે
નાગરિકને અસંતોષ કે વાંધો હોય તો અપીલ કરી શકે તેવી જોગવાઈ

ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરના ૬પ કિ.મી. વિસ્તારમાં BRTS જનમાર્ગ ઉપર રોજના ૩પ હજારથી વધુ મુસાફરો વહન થતા હોવા સાથે ૭.૫ લાખ જેટલા લોકો ઓટો, ટેક્સી, કારમાં અવર-જવર કરે છે. આથી સુરત મહાનગરમાં સુચિત સુઆયોજિત પાર્કિંગ પોલીસીને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.

સ્માર્ટ સીટી અંતર્ગત પાર્કિંગ શોધવામાં સમય બગડે નહિ તે રીતે માહિતી મળી શકે તેવી મોબાઇલ ફોન એપ્લિકેશન અને વેબસાઇટનું આયોજન પણ આ સૂચિત પાર્કિંગ પોલિસી અન્વયે કરવામાં આવશે.

[yop_poll id=698]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati