New Chief Minister of Gujarat: ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે ધારાસભ્યોની બેઠક શરુ, કોઈ પણ ક્ષણે જાહેર થઈ શકે છે નવા મુખ્યપ્રધાન

Vijay Rupani resigns: ભાજપના નિરીક્ષકોની હાજરીમાં કોર કમિટીની બેઠકમાં કરાયેલા નિર્ણયો અંગેની સત્તાવાર જાહેરાત હવે ભાજપના ધારાસભ્યની બેઠકમાં કરવામાં આવશે. જેમાં કોઈ એક આગેવાન નવા મુખ્યપ્રધાનના નામની દરખાસ્ત કરશે અને અન્ય નેતા તે નામને અનુમોદન આપશે.

New Chief Minister of Gujarat: ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે ધારાસભ્યોની બેઠક શરુ, કોઈ પણ ક્ષણે જાહેર થઈ શકે છે નવા મુખ્યપ્રધાન
ગુજરાતમાં નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવા ધારાસભ્યોની યોજાઈ બેઠક

ગુજરાતમાં મુખ્યપ્રધાનપદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ, નવા મુખ્ય પ્રધાન પસંદ કરવા દિલ્લીથી ગાંધીનગર આવેલ ભાજપના કેન્દ્રીય નિરીક્ષકની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવા અંગે ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. સૂત્રોના કહેવા અનુસાર, ગુજરાતમા નવા મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ, આર સી ફળદુ અથવા સી આર પાટીલને માટે સર્વાનુમતે નક્કી થયુ હોવાનું કહેવાઈ રહ્યું છે.

ભાજપના નિરીક્ષકોની હાજરીમાં કોર કમિટીની બેઠકમાં કરાયેલા નિર્ણયો અંગેની સત્તાવાર જાહેરાત હવે ભાજપના ધારાસભ્યની બેઠકમાં કરવામાં આવશે. જેમાં કોઈ એક આગેવાન નવા મુખ્યપ્રધાનના નામની દરખાસ્ત કરશે અને અન્ય નેતા તે નામને અનુમોદન આપશે.

આ સાથે જ એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે, ઉતર પ્રદેશની માફક જ ગુજરાતમાં પણ બે નાયબ મુખ્યપ્રધાન રાખવામાં આવી શકે છે. જેમાં એક નાયબ મુખ્ય પ્રધાન ઓબીસી જ્ઞાતિના હશે તો બીજા નાયબ મુખ્ય પ્રધાન આદીજાતીના હોઈ શકે છે તેમ કહેવાઈ રહ્યુ છે. બે નાયબ મુખ્યપ્રધાનની નિમણૂંકથી ભાજપ 2022માં આવનાર વિધાનસભાની ચૂંટણી જીતવા માટેની ફોર્મ્યુલા અપનાવીને ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ કરી રહી છે.

દિલ્લીથી મોવડી મંડળ દ્વારા ગાંધીનગરમાં મોકલાયેલા કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર તોમર, પ્રહલાદ જોષી અને તરુણ ચુંગ ઉપરાંત કેન્દ્રીય સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં આજે સવારે બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મોવડીમંડળ દ્વારા ગુજરાતના નવા મુખ્યપ્રધાનના નામ અંગે સુચવાયેલા નામ અંગે પહેલા ચર્ચા કરી હતી અને ત્યાર બાદ ગુજરાત ભાજપની કોર કમિટીમાં નવા પ્રધાનમંડળને લઈને પણ ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ  નવા મુખ્યપ્રધાન બે દિવસમાં લેશે શપથ, નવા મંત્રીમંડળમાં કેટલાકના પત્તા કપાશે, વર્તમાન પ્રધાનોના ખાતામાં ફેરબદલ થશે

આ પણ વાંચોઃ Gujarat New CM LIVE Update: કમલમ ખાતે કોર કમિટિની બેઠક પૂર્ણ, ધારાસભ્યદળની બેઠકમાં ટૂંક સમયમાં નવા મુખ્યપ્રધાનની જાહેરાત

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati