અનેક વિવાદથી ઘેરાયેલી જુનાગઢ સિવિલ હોસ્પિટલ (Junagadh)સિવિલ હોસ્પિટલ (Civil hospital Junagadh)ની ઘોરબેદરકારી સામે આવી છે. મૃતક વ્યક્તિના પરિવારજનોને અંધારામાં રાખીને હોસ્પિટલમાંથી ફરાર બતાવ્યો અને જીવિત વ્યક્તિને મૃતક જાહેર કરી દીધી હતી. તબીબો અને હોસ્પિટલ દર્દીઓ માટે તેમજ પરિવાર માટે આશીર્વાદ સમાન છે, દર્દીની ગંભીર પરિસ્થિતિમાં ડોક્ટર દેવદૂત સમાન હોય છે પરંતુ આ જ તબીબ જ્યારે પોતાના તરકટ અને ભૂલ પર ઢાંકપિછોડો કરવા તિકડમ રચે તો આ લોકોના કાન આમળવાની જરૂર ઉભી થઇ છે.વાત જૂનાગઢ સિવિલ ની કે જ્યાં તબીબો એ દર્દીની આવરદા ને પોતાની ભૂલથી ટૂંકાવી નાખી અને તેને મૃતક જાહેર કરી દીધો અને મૃતક યુવાન ભાગી ગયો છે તેવું કહીને તેના પરિવારને દોડતો કરી દીધો. હોસ્પિટલના તંત્રની ભૂલ સ્વીકારવાની વાત તો બાજુએ રહી પરંતુ બંને યુવાનના પરિવારને જ ગોટાળે ચઢાવી દીધા
અનેક વિવાદથી ઘેરાયેલી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 502 વોર્ડ નંબરમાં આઇસોલેટ થયેલ અશોક જેઠા કણસાગરા નામના વ્યક્તિએ એસિડ પી લીધું હતું અને તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.આજ વોર્ડમાં દાખલ થયેલા ઇવનગરના તુલસીદાસ મણીલાલ નામના વ્યક્તિ પણ હતા. બન્યું એવું કે અશોક કણસાગરા ના પરિવારજનો જ્યારે તેની ખબર પૂછવા આવ્યા ત્યારે હોસ્પિટલના સ્ટાફે અશોક નાસી ગયો હોવાનું જણાવ્યું હતું. હકીકતમાં તારીખ 2 ના રોજ અશોક જેઠા કણસાગરા મૃત્યુ પામ્યો હતો.
Both the patients were undergoing treatment at Junagadh Civil Hospital in Ward No. 502
દર્દી -1 અશોક જેઠા કણસાગરા : વોર્ડ નંબર 502માં અશોક જેઠા કણસાગરા નામના વ્યક્તિએ એસિડ પી લીધું હોવાથી તે અઠવાડિયાથી સારવાર લઈ રહ્યા હતા. પરિવારે જયારે અશોક વિશે પૂછપરછી કરી ત્યારે હોસ્પટલમાંંથી જવાબ મળ્યો કે અશોક નાસી ગયો છે. આથી પરિવાર હોસ્પિટલથી પરત આવી ગયો હતો વાસ્તવમાં અશોક કણસાગરાનું મૃત્યુ 2 તારીખના રોજ થઈ ગયું હતું. પરંતુ તેને નાસી છૂટેલો જાહેર કરવામાં આવ્યો હતો.
દર્દી-2 તુલસીદાસ મણીલાલ : વોર્ડ નંબર 502માં આ દર્દી પણ સારવાર લઈ રહ્યા હતા. તો હોસ્પિટલ દ્વારા તુલસીદાસ મણિલાલાના પરિવારજનોને તુલસીદાસ મૃત્યુ પામ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. ઇવનગરના જે તુલસીદાસ મણીલાલ દાખલ હતા તેના પરિવારજનોનેઆ અંગેની જાણ થતા તેઓ હાફળાં ફાંફળા થઇને હોસ્પિટલ દોડી આવ્યા હતા. હકીકતમાં અશોક કણસાગરા ને બદલે તુલસીદાસ મણીલાલ નામનો વ્યક્તિ હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ પરિવારજનોને તુલસીદાસ મણિલાલ મૃત્યુ પામ્યો છે તેઓ ખોટો સંદેશો આપવામાં આવ્યો હતો.. આ સમગ્ર ઘટના માં હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, એક દર્દી તો જીવતો હતો, તેને મૃત જાહેર કરી દીધો. #TV9News pic.twitter.com/d1qfrG66dL
— Tv9 Gujarati (@tv9gujarati) July 4, 2022
તમામ ઘટનાનો પર્દાફાશ પોલીસ નિવેદન લેવા પહોંચી ત્યારે થયો હતો અને અશોક કણસાગરાના પરિવારજનો ને બે કલાક પહેલા જ જાણ કરવામાં આવી કે તેમના સ્વજન મૃત્યુ પામ્યા છે અને ત્રણ દિવસથી હોસ્પિટલમાં મૃતક અશોકનો મૃતદેહ સાચવી રાખવામાં આવ્યો હતો. આમ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ના 502 નંબરનો વોર્ડમાં રહેલા સ્ટાફની બેદરકારી અને જીવતા યુવાનને મૃત જાહેર કરી અને મૃતક યુવાનને જીવતો તથા ભાગી છૂટેલો જાહેર કરનાર ડોક્ટર સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે