કોરોનાની મહામારી વચ્ચે જરૂરી સેવાકીય કાર્ય, જામનગરમાં નિશુલ્ક કવોરન્ટાઈન સેન્ટર કાર્યરત

હાલની કોરોનાની મહામારીની સ્થિતી વચ્ચે અનેક જરૂરી સેવાકીય કાર્ય થઈ રહ્યા છે. અનેક પ્રકારની માનવતા દાખવીને વિવિધ પ્રકારની મદદ લોકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.

કોરોનાની મહામારી વચ્ચે જરૂરી સેવાકીય કાર્ય, જામનગરમાં નિશુલ્ક કવોરન્ટાઈન સેન્ટર કાર્યરત

હાલની કોરોનાની મહામારીની સ્થિતી વચ્ચે અનેક જરૂરી સેવાકીય કાર્ય થઈ રહ્યા છે. અનેક પ્રકારની માનવતા દાખવીને વિવિધ પ્રકારની મદદ લોકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જામનગરમાં એક સંસ્થા દ્વારા કવોરન્ટાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. હાલની સ્થિતીમાં મોટાભાગની હોસ્પિટલ દર્દીઓથી ફુલ થઈ છે. અનેક દર્દીઓને હોમકોરોન્ટાઈન માટેની સલાહ આપવામાં આવે છે. પરંતુ હોમ કોરોન્ટાઈન માટે અલગ રૂમ ના હોય કે એક પરીવારમાં વધુ લોકો રહેતા હોય, ત્યારે હોમ-કોરોન્ટાઈન માટે દર્દીઓની મુશ્કેલીઓ વધે છે.

આવા દર્દીઓની મુશ્કેલી દુર કરવા માટે જામનગરની ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંસ્થા દ્વારા પોતાના સમાજના લોકો માટે ખાસ હોમ કવોરન્ટાઈન સેન્ટર શરૂ કર્યુ છે. તમામ સુવિધા અને સવલતો સાથે કવોરન્ટાઈન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ છે. શહેરની મધ્યમાં આવેલા ઓશવાળ સેન્ટર ખાતે સંસ્થા દ્વારા કવોરન્ટાઈન સેન્ટર માટે ખાસ 16 રૂમ અને 64 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોરોના પોઝિટીવ દર્દીને કવોરન્ટાઈન વખતે જરૂરી તમામ સવલતો રાખવામાં આવી છે. બેડ, રહેવા, ચા, નાસ્તો, ભોજન, પાણી, સહીતની સુવિધા રાખવામાં આવી છે.

સાથે દર્દીઓને જરૂરી તબીબી સારવાર, દવા, તેમજ દિવસમાં બે વખત તબીબો દ્વારા તપાસ કરવામાં આવે તે સવલત રાખવામાં આવી છે. સાથે ઓક્સિજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ દર્દીઓના મનોરંજન માટે ટીવી, વાઈફાઈ સહીતની સવલતો આપવામાં આવી છે. તમામ પ્રકારની સવલતો નિ:શુલ્ક રાખવામાં આવી છે. સંપુર્ણ સુવિધાસભર કવોરન્ટાઈન સેન્ટરમાં હાલ 16 જેટલા દર્દીઓ કવોરન્ટાઈન થયા છે. આગામી સમયમાં વધુ બેડ રાખવાની જરૂરીયાત ઉભી થાય તો તે માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: IPL 2021: મુથૈયા મુરલીધરનને હોસ્પિટલ ખસેડાયા, અચાનક તબીયત લથડતા ચેન્નાઈમાં દાખલ કરાયા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati