PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ((PM Modi) કાર્યક્રમને લઈ 7 જર્મન કેટેગરીના ડોમ બનાવમાં આવ્યા છે. જે ફાયર અને વોટરપ્રૂફ(Water Proof) છે. ડોમના એક છેડાથી બીજા છેડે જવા માટે આશરે 1 કિલોમીટરનું અંતર કાપવું પડશે.
આજે વડાપ્રધાન (PM Narendra Modi) મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે.એક દિવસના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) દરમિયાન વડાપ્રધાન કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.PM મોદીનો પ્રથમ કાર્યક્રમ દક્ષિણ ગુજરાતના નવસારીમાં યોજાશે.જ્યારે સાંજે અમદાવાદના (Ahmedabad) બોપલ ખાતેના કાર્યક્રમમાં PM મોદી હાજરી આપશે.
નવસારી જિલ્લામાં PM મોદીનો મેગા શો
PM મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો,સવારે સવારે 10 કલાકે PM મોદી નવસારી(Navsari) ખાતે આયોજીત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે.જ્યાં 3 હજાર 50 કરોડના 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.જ્યારે નવસારી ખાતે બપોરે સવા 12 કલાકે હેલ્થકેર હોસ્પિટલનું ઉદ્ધાટન પણ કરશે.તમને જણાવી દઈએ કે, નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કરીને PM મોદી અમદાવાદ આવવા રવાના થશે.જ્યાં બોપલ ખાતે નવનિર્મિત ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્રના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરશે.
7 જર્મન કેટેગરીના ડોમ બનાવમાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ 7 જર્મન કેટેગરીના ડોમ બનાવમાં આવ્યા છે. જે ફાયર અને વોટરપ્રૂફ(Water Proof) છે. ડોમના એક છેડાથી બીજા છેડે જવા માટે આશરે 1 કિલોમીટરનું અંતર કાપવું પડશે. તો 5 જિલ્લાઓમાંથી આવનારા લોકો માટે ખાસ પાર્કિગની(Parking) વ્યવસ્થા કરાઈ છે. ડોમથી પાર્કિંગ આશરે દોઢ કિલોમીટર દૂર રહેશે. તો આ ડોમમાં આરોગ્યલક્ષી સેવાઓ પણ ઉપલબ્ધ રહશે.જેમાં 7 ડીસ્પેન્સરી રાખવામાં આવશે. કાર્યક્રમ સ્થળના ડોમ થી 500થી 700 મિટરના કેટલાક વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયા છે.
PMના આગમનના પગલે ખાસ સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) આગમનના પગલે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સુરક્ષા માટે 16 IPS, 1 IFS, 132 DYSP, 32 PI, 191 PSI અને 1718 ASI ખડેપગે રહેશે.ઉપરાંત ચેતક કમાન્ડો, NSG કમાન્ડો, 4 SRPની કંપની તેમજ 962 મહિલા પોલીસકર્મીઓને પણ તૈનાત કરાયા છે.