Navsari : વાંસદામાં વરરાજાએ લગ્નની ભેટ ખોલી અને થયો પ્રચંડ વિસ્ફોટ, ઘટનામાં બાળક સહીત બે ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા, જાણો ચેતવણીરૂપ કિસ્સો

મહત્વનું છે કે, વરરાજાની આંખ અને  હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. વરરાજાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને 3 વર્ષીય ભત્રીજા જિયાંશ પંકજ ગાવિતને કપાળમાં ફ્રેક્ચર થતાં તેને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Navsari : વાંસદામાં વરરાજાએ લગ્નની ભેટ ખોલી અને થયો પ્રચંડ વિસ્ફોટ, ઘટનામાં બાળક સહીત બે ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા, જાણો ચેતવણીરૂપ કિસ્સો
ઘટનામાં કાકા ભત્રીજા ઈજાગ્રસ્ત થયા છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 9:01 AM

નવસારી(Navsari) જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં મિંઢાબારી ગામે મંગળવારે નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો તે સમયે એક  ગિફ્ટ ચેક કરવા જતાં અચાનક તેમાં ધડાકો થયો હતો. ઘટનામાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજાઓ થવા પામી હતી.બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદ લઈ બ્લાસ્ટમાં વપરાયેલા સાધનોની તપાસ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટ ડિટોનેટરથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી  છે. કન્યાના પિતાએ જણાવ્યું હતું કે તેમની મોટી દીકરી તેના પ્રેમીને છેલ્લા કેટલાક સમયથી નહોતી બોલાવતી જેથી કરીને તે શખ્સે આ કૃત્ય આચર્યુ હોવાની આશંકા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મહત્વનું છે કે, વરરાજાની આંખ અને  હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. વરરાજાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને 3 વર્ષીય ભત્રીજા જિયાંશ પંકજ ગાવિતને કપાળમાં ફ્રેક્ચર થતાં તેને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીત લગ્ન બાદ પરિવાર સાથે લગ્નમાં મળેલી ભેટ જોઈ રહ્યા હતા.આ  દરમ્યાન એક Teddy Bear એ ધ્યાન ખેંચ્યું હતું. રમકડાંનું પેકીંગ ખોલવામાં આવતા તેમાં ચાર્જિંગનો ઓપશન હતી. વરરાજા લતેશ ગાવીત અને તેનો 3 વર્ષીય ભત્રીજો જીઆન ગાવીત રમકડાંને ચાર્જ કરવાનો પ્રયાસ કરતા તેમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો.

ઘટનામાં કાકા – ભત્રીજો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. ધડાકામાં લતેશને માથા હાથ અને બે આંખોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે તેનો હાથ પણ ફેક્ચર થયો હતો. ઘટનામાં નાના બાળકને પણ કપાળના ભાગે ફેક્ચર થતા તેને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બનાવની જાણ પોલીસને કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા.  મામલે FSL ની મદદ લઈ બ્લાસ્ટ ક્યાં પદાર્થના કારણે થયો છે અને કેવીરીતે થયો તે સહિતના પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયાસ કરવામાં આવશે. બંને ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ બ્લાસ્ટ ડિટોનેટરની મદદથી કરવામાં આવ્યો હતો જેમાં સીધી શંકાની સોયા દુલ્હનની બહેનના પ્રેમી ઉપર સેવાઈ રહી છે.

કન્યાના પિતાએ પોલીસને જણાવ્યું છે કે અગાઉ ગંગપુર ખાતે કન્યાના  મોટી બહેનના પૂર્વ પ્રેમી રાજુ પટેલે આ ભેટ મોકલી હતી. મહિલા હવે રાજુ સાથે સંબંધ રાખતી  ન હોવાથી રીસ રાખી બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી રહી છે. પોલીસે રાજુની શોધખોળ સાથે ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ શરૂ કર્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">