Navsari: કોરોનાની લહેર જે આવે તે આવે, સુધરે એ બીજા, નવસારીની શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ છેદ ઉડ્યો

Navsari: એક બાજુ કોરોનાનો કહેર છે. તો બીજી તરફ લોકો સરેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે. નવસારીની વિજલપોર માર્કેટમાં પણ સોશિયલ ડિસ્ટન્સ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 12, 2021 | 9:11 AM

Navsari: એક બાજુ કોરોનાનો કહેર છે. તો બીજી તરફ લોકો સરેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે. નવસારીની વિજલપોર માર્કેટમાં પણ સોશિયલ ડિસ્ટન્સ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે.

નવસારીની વિજલપોર શાક માર્કેટના સોશિયલ ડિસ્ટનસ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોને કોરોનાનો કોઈ ડર ના હોય તેમ શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. આ સાથે જ કોરોનાનો કોઈ ડર ના હોય તેવા બેદરકારી ભર્યા દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતા વિજલપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે કાર્યવાહી કરી છે.

નોંધનીય છે કે, અગાઉ પણ સોશિયલ ડિસ્ટન્સના ભંગના ઘણા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં મોડાસાના ઈટાડી ગામે ધાર્મિક ભીડ એકઠી કરવાને મામલે ફરિયાદ નોંધાઈ છેબળિયાદેવને પાણી ચડાવવા માટે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાના વાયરલ વીડિયોને આધારે કાર્યવાહી કરી છે.કોવિડ-19 જાહેરનામા ભંગ બદલ 10 લોકો સામે ગુનો નોંધાયો છે. મોડાસા રૂરલ પોલીસે 10 આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય વાત કરવામાં આવે તો કચ્છના ભચાઉમાં SBI બેંકમાં વ્યવસ્થાના અભાવે લોકોની ભારે ભીડ જામી અને SOPના ધજાગરા ઉડ્યા હતા. સુરતમાં બે જગ્યાઓથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાના વીડિયો સામે આવ્યા હતા જેમાં એક તાપી નદી પરના કોઝવે અને નદી કિનારાનો વીડિયો છે. તો બીજો વીડિયો મોટા વરાછા વિસ્તારના ક્રિકેટ ગ્રાઉન્ડનો છે. જ્યાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા અને ક્રિકેટ રમી રહ્યા હતા. અન્ય શહેરની વાત કરવામાં આવે તો  દેવભૂમિ દ્વારકામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયું હોવાનું સામે આવ્યું હતું. જ્યાં શાક માર્કેટ પાસે આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં લાંબી કતાર જોવા મળી હતી.

કોરોનાકાળમાં વડોદરાના કેટલાક લોકોને નમાજ પઢવી ભારે પડી હતી. શહેરના વાડી વિસ્તારમાં આવેલી ડોસુમિયા મસ્જિદમાં નમાજ પઢવા માટે 50 કરતા વધુ લોકો એકઠાં થયા હતા. આ ઘટનાએ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. ઘટનાની જાણ થતા શહેરની વાડી પોલીસે ટ્રસ્ટીઓ સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Bhavnagar Hospital Fire: રાજ્યની વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગથી અફરાતફરી, ભાવનગરની સમર્પણ હોસ્પિટલની આગમાં 18 દર્દી બચાવી લેવાયા

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">