Navsari : ચેસ ઓલિમ્પિયાડ જ્યોતનું ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરીયલ હોલ ખાતે ભવ્ય સ્વાગત કરાયું

આ ટોર્ચ રેલી દેશના 75 શહેરમાંથી પસાર થશે. ગુજરાતમાં સુરત જિલ્લામાંથી પસાર થઇને નવસારી જિલ્લામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. ચેસ એ વિચક્ષણતા,બુદ્ધિમાની અને સમય સૂચક સતર્કતાની રમત છે

Navsari : ચેસ ઓલિમ્પિયાડ જ્યોતનું ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરીયલ હોલ ખાતે ભવ્ય સ્વાગત કરાયું
A grand welcome at the Dandi National Salt Memorial Hall
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 8:44 AM

ભારત સરકારના રમત ગમત વિભાગ દ્વારા આયોજિત “44 મી ચેસ ઓલિમ્પિયાડ મશાલ રેલી” ન્યુ દિલ્હિ થી નિકળી છે. આ મશાલ રેલી 27 જુલાઇના તમિલનાડુ પહોચશે.રેલીનું નવસારી(Navsari) ના ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરીયલ હોલ ખાતે આગમન આગમન થતા ભવ્ય સ્વાગત કરાયું હતું. નેશનલ સોલ્ટ મેમોરીયલ હોલ ખાતે રમતવીરો અને જિલ્લા વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં ટોર્ચ રિલે સાથે ગ્રાંડ માસ્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું.ઓલિમ્પિયાડના ઈતિહાસમાં પ્રથમ વખત ટોર્ચ રિલે શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને તારીખ 19 જૂને દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમથી ચેસ ઓલિમ્પિયાડની મશાલ રિલેનો પ્રારંભ કર્યો હતો.

આ ટોર્ચ રેલી દેશના 75 શહેરમાંથી પસાર થશે. ગુજરાતમાં સુરત જિલ્લામાંથી પસાર થઇને નવસારી જિલ્લામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. ચેસ એ વિચક્ષણતા,બુદ્ધિમાની અને સમય સૂચક સતર્કતાની રમત છે અને તેના ઓલિમ્પિયાડ ની ટોર્ચ રિલેનું નવસારી જિલ્લામાં આગમન પહેલી જ વાર થયું હતું. નવસારીના ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરીયલ હોલ ખાતે પુષ્પવર્ષા સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો.

ચેસની ઉદભવ ભૂમિ ભારત છે તેવી જાણકારી આપતાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિરે જણાવ્યું હતું કે,આજે તે બુદ્ધિમત્તા ની વૈશ્વિક રમત બની છે. પ્રધાનમંત્રીને લીધે વર્ષોનાં સમયગાળા બાદ ચેસ ઓલિમ્પિયાડ દેશમાં યોજાઈ રહી છે. નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે સમારોહમાં જણાવ્યું હતું કે ભારત ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ રીલે  યોજનાર પ્રથમ દેશ છે. આ રેલી દેશના 75 શહેરોમાં 40 દિવસ ફરશે. 1927 થી આયોજિત આ સ્પર્ધા ભારતમાં પ્રથમ વખત યોજાઇ રહી છે. જેમાં 189 દેશો ભાગ લઇ રહ્યાં છે. આ કોઇપણ ચેસ ઓલિમ્પિયાડમાં સૌથી મોટી ભાગીદારી છે. બાળકો અને કિશોરોને મોબાઈલ ના દૂષણ થી દુર રહીને ચેસ રમવાની આદત દ્વારા બુદ્ધિ અને સતર્કતા ને કેળવવા અનુરોધ કર્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નહેરુ યુવા કેન્દ્ર નવસારી અને નવસારી વહીવટીતંત્ર તથા જિલ્લા રમત ગમત એસોસિએશન દ્વારા 44મી ચેસ ઓલિમ્પિયાડની મશાલ બેન્ડ માસ્ટરને આગળના સફર માટે ટોર્ચ રેલીમાં ચેસ ગ્રેન્ડ માસ્ટર્સ તેજસ બકરે અને અંકિત રાજપરા દાંડી ખાતે સોંપણી કરી  હતી. આ સાથે ટોર્ચ રેલીને ચેન્નાઈ તરફ પ્રસ્થાન કરવામાં આવી હતી. નવસારીના ઐતિહાસિક દાંડી નેશનલ સાલ્ટ મેમોરીયલ હોલ ખાતે નવસારી જિલ્લાનાં 105 જેટલા વિધાર્થીઓએ ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ખેલાડીઓ ચેસની રમત  રમીને આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતું. આ અવસરે  નવસારી DDO અર્પિત સાગર,  મનીષા શાહ, ઓલ ઇન્ડિયા ચેસ ફેડ્રેસનનાં ભાવેશભાઈ પટેલ સાથે રમતવીરો અને વિધાર્થીઓ તેમજ નેહરુ યુવા કેન્દ્રના સ્વયમ સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">