કેરીના રસિયાઓની આતુરતાનો અંત આવ્યો, વાંસદા APMC માં કેરીની હરાજીનો પ્રારંભ થયો, જાણો ફળોના રાજાનો શું છે ભાવ

કેરીના રસિયાઓની આતુરતાનો અંત આવ્યો, વાંસદા APMC માં કેરીની હરાજીનો પ્રારંભ થયો, જાણો ફળોના રાજાનો શું છે ભાવ
પ્રતિકાત્મક તસવીર

સ્વાદપ્રિય લોકોનો ફળોના રાજાના સ્વાદની આતુરતાનો શુક્રવારે અંત આવ્યો છે. APMC માં કેરી હરાજીનોચેરમેન ગણપતસિંહ ચૌહાણ દ્વારા વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

May 21, 2022 | 2:58 PM

મીઠા સ્વાદના કારણે ગુજરાતભરમાં અતિલોકપ્રિય વાંસદાની વનરાજ કેરી(Mango) માટે સ્વાદના રસિયાઓનો ઇંતેજાર આખરે પૂરો થયો છે. બજારમાં વનરાજ સહિતની કેરીઓનું આગમન શરૂ થઇ ગયું છે. વાંસદા એપીએમસીમાં કેરીની હરાજીનો શુક્રવારથી પ્રારંભ થઇ ગયો છે. બજારમાં કેરીના ભાવ 450 થી 1751 રૂપિયા સુધી મળ્યા છે. સીઝન લેટ પડવાના કારણે જોકે સ્વાદપ્રિય લોકો નિરાશ છે પણ હવે સારી માત્રામાં કેરી બજારમાં આવવાની શરૂઆત થતા કેરીની મજા માણવા મળશે તેમ ખેતી નિષ્ણાંતો જણાવી રહયા છે. ઉલ્લેખનીય છે કે વાંસદા તાલુકાની કેરીઓ બિનપિયતની પાકે છે જે સ્વાદમાં ઘણી મીઠી રહેતી હોય છે.

બજારમાં કેરીના આગમનના પ્રથમ દિવસે 20 કિલો વનરાજ કેરીનો ભાવ રૂ. 1751 , કેસર કેરીનો ભાવ રૂ. 1500 મળ્યો હતો.વાંસદા તાલુકાની કેરીઓ ગુજરાતભરમા જાણીતી છે. મીઠા સ્વાદના કારણે કેરી ગુજરાતમાંજ નહિ પરંતુ અન્ય રહ્યમાં પણ નિકાસ કરવામાં આવે છે. મુખ્યત્વે સાપુતારાના પ્રવસીઓ આ કેરીઓના મુખ્ય ખરીદાર માનવામાં આવે છે. ઉનાળામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરિમથક સાપુતારાની મુલાકાત લેતા હોય છે. સાપુતારા આવતા પ્રવાસીઓ પણ વાંસદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કેરીના વેચાણની આતુરતાથી રાહ જોતા હોય છે. વાંસદા તાલુકાની કેરીઓ બિનપિયતની હોબવાના કારણે સ્વાદમાં ઘણી મીઠી હોય છે જેની ઊંચી માંગ રહેતી હોય છે.

સ્વાદપ્રિય લોકોનો ફળોના રાજાના સ્વાદની આતુરતાનો શુક્રવારે અંત આવ્યો છે. APMC માં કેરી હરાજીનોચેરમેન ગણપતસિંહ ચૌહાણ દ્વારા વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડિરેક્ટર લક્ષુભાઈ થોરાટ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, વિસ્તરણ અધિકારી ખેતી સેક્રેટરી હિનેશભાઈ ભાવસાર, રાકેશ શર્મા, પ્રધ્યુમનસિંહ સોલંકી તથા વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંડળ દ્વારા દીપ પ્રજ્વલિત કરી વીધીવત પૂજા સાથે કેરી હરાજીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. કેરી ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં વેપારીઓએ પણ હરાજીમાં ભાગ લીધો હતો. પ્રથમ દિવસે કેસર કેરીનો એક મણ (20 કિલો)ના રૂ. 1500, વનરાજના રૂ. 1751, રાજાપુરી રૂ. 851, સુંદરીના રૂ. 451 ભાવ મળ્યા હતા.

ખેતી નિષ્ણાંત ભરત પટેલ અનુસાર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને કેરીના ભાવ સારા મળવાનો અંદાજ લગાવૈ રહ્યો છે. વાંસદા તાલુકાની બિનપિયત કેરીઓ મળવાની શરૂઆત થતા વાંસદા સુરત, અમદાવાદ, બરોડા, બારડોલી, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના વેપારીઓ કેરી માટે આ બજારમાં ધામ નાખશે.આમતો નવસારી એપીએમસીમાં 20 દિવસ અગાઉથી હરાજી થઇ છે પણ ચીખલી અને વાંસદામાં કેરી માટેના બજાર મુખ્ય માનવામાં આવે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati