Weather Update : દક્ષિણ ગુજરાતવાસીઓ આજે રેઈનકોટ પહેરીને જ બહાર નીકળજો, જાણો તમારા શહેરમાં મેઘાના કેવા છે મંડાણ

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત (South Gujarat) અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ (Rain) પડવાની આગાહી કરી છે,ત્યારે આગામી બે દિવસ હજુ પણ વરસાદ થવાના એંધાણ છે.

Weather Update : દક્ષિણ ગુજરાતવાસીઓ આજે રેઈનકોટ પહેરીને જ બહાર નીકળજો, જાણો તમારા શહેરમાં મેઘાના કેવા છે મંડાણ
Gujarat Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 7:17 AM

રાજ્યમાં સતાવાર રીતે ચોમાસાની (Monsoon) વિદાય થઈ ગઈ છે, છતાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત (South Gujarat) અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ (Rain) પડવાની આગાહી કરી છે.  આગામી બે દિવસ હજુ પણ વરસાદ થવાના એંધાણ છે. આ બધાની વચ્ચે વલસાડ અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદી ઝાપટાના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

 અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેશે

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 08 ઓક્ટોબરે અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન 77 ટકા ભેજવાળુ હવામાન રહેશે. તો આણંદમાં (Anand) પણ વરસાદ થવાની શક્યતા છે. જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તો હળવા વરસાદની શક્યતા છે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ ભેજવાળુ વાતાવરણ રહેશે. ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.

મધ્ય ગુજરાતના આ શહેરોમાં જામશે વરસાદી માહોલ

બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ શહેરમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ વરસાદ થવાની શક્યતા છે. ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે . તો દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.જ્યાં વરસાદી ઝાપટા આવી શકે છે. મધ્ય ગુજરાતમાં મહેસાણા માં( Mehsana) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન ભેજવાળુ વાતાવરણ જોવા મળશે. મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. જ્યારે દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી. તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

તો દક્ષિણ ગુજરાતમાં (South gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 28 રહેશે. તેમજ ભારે વરસાદ થવાની સંભાવના નથી. તો તાપીમાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 31 નોંધાશે. વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે, તોવરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશ તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શક્યતા છે.નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે,તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદ હળવા વરસાદની સંભાવના છે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શકયતા ઓછી છે.

સૌરાષ્ટ્રમાં ક્યાંક આકરી ગરમી તો ક્યાંક ઠંડક પ્રસરશે

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 36 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે. તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે. તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 36 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની શક્યતા છે. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ 61 ટકા જેટલુ ભેજવાળુ વાતાવરણ રહેવાની સંભાવના છે.ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે. તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 રહેશે.

ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે. તો વરસાદના કોઈ એંધાણ નથી .જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ રહેશે. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 રહેશે, તેમજ વરસાદની શક્યતા ઓછી છે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">