NAVSARI CORONA UPDATE: વાંસદાની આશ્રમશાળાના છ વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત, 14 દિવસ સુધી આશ્રમશાળા બંધ

NAVSARI CORONA UPDATE: કોરોનાની સ્થિતિ મંદ પડતા શરુ કરાયેલ શાળાઓ કેટલી જોખમી બની રહી છે તેનો દાખલો નવસારીથી સામે આવ્યો છે. વાંસદા તાલુકાના રાયબોર ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં છ વિદ્યાર્થીઓને કોરોના થતા, આશ્રમશાળા 14 દિવસ માટેે બંધ કરી દેવાઈ છે.

| Updated on: Mar 18, 2021 | 11:40 AM

છેલ્લા દોઢ માસથી ચાલતી વાંસદા તાલુકાના રાયબોર ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં છ વિદ્યાર્થીઓને કોરોના થતા, બંધ કરી દેવાઈ છે. વઘઇ તાલુકાના ધોધરપાડાની ધો.10ની વિદ્યાર્થિની આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતી હતી. તેણે કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવતા અન્ય વિદ્યાર્થિઓનો રેપિડ ટેસ્ટ કરાવતા બીજી 5 વિદ્યાર્થિનીનો પોઝિટિવ રિપોર્ટ આવતા તમામ 6 વિદ્યાર્થિનીઓને હોમ ક્વોરન્ટાઇન કરી શાળાને 14 દિવસ બંધ કરાઇ હતી.

આશ્રમશાળાના વિદ્યાર્થીઓના કરાયેલા સ્વાસ્થય પરિક્ષણમાં કોરોના પોઝીટીવ આવતા, આશ્રમશાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ કોરોનાનું પરીક્ષણ કરાયુ હતું. જેમાં અન્ય પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ સામે આવ્યા હતા. જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું હતું. આશ્રમશાળાના તમામ વિદ્યાર્થીઓને 14 દિવસ માટે શાળા બંધ કરી રજા અપાઇ હતી. કોરોના પોઝિટિવ આવેલા તમામ 6 વિદ્યાર્થિનીને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આશ્રમશાળાને સેનેટાઈઝ કરાઇ હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">