Navsari માં સીટી બસ સેવાનો પ્રારંભ, સ્થાનિકોને ઓછા ભાડામાં મુસાફરીનો લાભ મળશે

આ સીટી બસ સેવાનો પ્રારંભ સીએમ રૂપાણીએ ગાંધીનગરથી ઇ- લોકાર્પણ કરવામાં આવી હતી. સીટી બસ સેવાના પ્રારંભથી લોકો હવે 5થી 7 રૂપિયાના ભાડામાં મુસાફરીનો લાભ લઈ શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 8:04 PM

નવસારી(Navsari)શહેરમાં શુક્રવારથી સીટી બસ(City Bus)સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સીટી બસ સેવાનો પ્રારંભ સીએમ રૂપાણીએ ગાંધીનગરથી ઇ- લોકાર્પણ કરવામાં આવી હતી. સીટી બસ સેવાના પ્રારંભથી લોકો હવે 5થી 7 રૂપિયાના ભાડામાં મુસાફરીનો લાભ લઈ શકશે. આ બસ ટેકનોલોજીથી સજ્જ બસની કનેકટીવિટી લાઈવ જાણી શકાશે.

જેમાં એન્ડ્રોઇડ એપ થકી બસના રૂટ અને લાઈવ લોકેશન અંગે માહિતી મળી શકશે. બસનું મેઈન ટર્મિનલ સ્ટેશનમાં બનાવવામાં આવશે.જ્યાંથી GIDC,એરું ચાર રસ્તા,છાપરા ચાર રસ્તા,વિશાલ નગર,સર્કિટ હાઉસ વિરાવલ સહિતના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. બસમાં સમાવિષ્ટ સુવિધાઓની વાત કરીએ તો બસમાં મહિલાઓની સુરક્ષા માટે CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે, એન્ડ્રોઇડ એપથી ભાડું, લોકેશન, રૂટ જાણી શકાશે તેની સાથે જ બસના ડોર ઓટોમેટિક હશે.

આ પણ વાંચો : Raj kundra Case: રાજ કુન્દ્રાની મુશ્કેલીઓમાં થયો વધારો, ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે SITની કરી રચના

આ પણ વાંચો : Gujarat હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, કોર્ટના હુકમના તિરસ્કાર બદલ સરકારી અધિકારીને 50,000 રૂપિયાનો દંડ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">