Navsari : કુંકણા સમાજની 22 મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ, સમાજના બાળકોના શિક્ષણ ઉપર ભાર અપાયો

રાજયપાલ મંગુભાઇ પટેલે કુંકણા જ્ઞાતિપંચના નવા નિમાયેલા હોદેદારોને શુભેચ્છા આપી હતી. સમાજમાં સૌને સાથે રાખી મજબૂત સંગઠન બનાવવા જણાવ્યું હતું.

Navsari : કુંકણા સમાજની 22 મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ, સમાજના બાળકોના શિક્ષણ ઉપર ભાર અપાયો
The 22nd Annual General Meeting of Kunkana Samaj was held
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 8:26 AM

નવસારી(Navsari) સ્થિતના કાલિયાવાડી(Kaliyavadi) ખાતે આવેલી કુંકણા (કુન્બી) જ્ઞાતિપંચના સુખી ભવન ખાતે કુંકણા સમાજનો 22 મી વાર્ષિક સામાન્ય સભા મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. મંગુભાઇ પટેલે સમાજના સંગઠનને મજબૂત બનાવવા સાથે લોકઉપયોગી પ્રવૃત્તિઓ માટે વધુ ભાર આપવા હાંકલ કરી હતી. સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ મંગુભાઇ પટેલે  સમાજના બાળકોના શિક્ષણ ઉપર ભાર આપ્યો હતો.

આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે નવસારી કુંકણા સમાજનો 22 મો વાર્ષિક સમારોહ યોજી રહયા છીએ તે ખૂબ આનંદની વાત છે. રાજયપાલે સમાજને સંગઠિત કરનાર તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. સમાજમાં સામાજીક કુરિવાજો, વ્યસનની બદીઓ દૂર કરી આદર્શ સમાજનું ઘડતર કરી કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો. સમાજનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયત્નો કરવાની અપીલ કરી હતી. સમાજના આગેવાનો સમાજને સંગઠિત કરી આગળ લાવવા જણાવ્યું હતું.

રાજયપાલ મંગુભાઇ પટેલે કુંકણા જ્ઞાતિપંચના નવા નિમાયેલા હોદેદારોને શુભેચ્છા આપી હતી. સમાજમાં સૌને સાથે રાખી મજબૂત સંગઠન બનાવવા જણાવ્યું હતું. વધુમાં આદિવાસીઓમાં સિકલસેલ જેવી બિમારીઓ વિશે જાણકારી આપી હતી. તેમજ રાજય સરકારની યોજનાઓનો પણ ખ્યાલ આપ્યો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વાર્ષિક સમારોહમાં કુંકણા સમાજના પ્રમુખ રમેશભાઇ દેશમુખ અને માજી પ્રમુખ ઇશ્વરભાઇએ પ્રાસંગિક ઉદ્ધબોધનમાં જણાવ્યું હતું કે સમાજને સંગઠિત કરવા અને સૌને સાથે રાખી સમાજનો વિકાસ કરવા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. વાર્ષિક સમારોહમાં જુનિયર કે.જી. થી લઇ ઉચ્ચતર શિક્ષણ મેળવેલા તેમજ પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીયક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ રાજયપાલ તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

આ પ્રસંગે નવસારીના અગ્રણી માધુભાઇ કથીરીયા, હરીશ મંગલાણી, કરસનભાઇ ટીલવા, છોટુભાઇ પટેલ, વેસ્તાભાઇ પટેલ, નર્મદાબેન પટેલ, નીલાબેન દેશમુખ, દિપેશ પટેલ, ભુમિકાબેન કુન્બી, પ્રકાશભાઇ દેશમુખ, અશોકભાઇ ચોટલીયા, કુંકણા સમાજના સુરત, વલસાડ, બીલીમોરા ના અગ્રણીઓ, જ્ઞાતિપંચના હોદે્દારો, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">