નવસારી જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની અસર દેખાઈ રહીં છે. ગણદેવી પંથકમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. જિલ્લાના 39 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના સંકટને લઇને નવસારી જિલ્લા તંત્ર એલર્ટ પર છે. નિસર્ગ વાવાઝોડાના પગલે તિથલના દરિયા કાંઠાના ગામો ખાલી કરાવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોને દરિયા કાંઠે ન જવાની સૂચના અપાઇ રહીં છે અને દરિયા કાંઠે સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો