શું BHAVNAGAR, OKHA અને KANDLA દરિયાના પાણીમાં ડૂબી જશે ? જાણો શું કહે છે NASAનો રીપોર્ટ

NASA's Sea Level Projection Tool : આ પ્રથમ વખત છે જ્યારે નાસાએ સમગ્ર વિશ્વમાં આગામી કેટલાક દાયકાઓમાં વધતા જળ સ્તરને માપવા માટે નવું ટૂલ બનાવ્યું છે. આ સી લેવલ પ્રોજેક્શન ટુલ દરિયાકિનારો ધરાવતા વિશ્વના તમામ દેશોમાં સમુદ્રનું જળસ્તર માપી શકે છે.

શું BHAVNAGAR, OKHA અને KANDLA દરિયાના પાણીમાં ડૂબી જશે ? જાણો શું કહે છે NASAનો રીપોર્ટ
NASA reports sea level rise in 12 Indian cities, including Bhavnagar, Okha and Kandla

અમેરિકી અંતરીક્ષ એજેન્સી NASA એ સી લેવલ પ્રોજેક્શન ટુલ (Sea Level Projection Tool) બનાવ્યું છે. આના આધારે NASAના રીપોર્ટ પ્રમાણે ગુજરાતના ભાવનગર, ઓખા અને કંડલા સહીત ભારતના 12 શહેરોમાં સમુદ્રનું જળસ્તર વધી જવાનું મોટું જોખમ રહેલું છે.

IPCCનો ભયાવહ રીપોર્ટ
NASA એ આ રીપોર્ટ Intergovernmental Panel on Climate Change -IPCC દ્વારા હાલમજ બહાર પાડવામાં આવેલા પૃથ્વીના તાપમાન અંગેના રીપોર્ટને આધારે બનાવ્યો છે. IPCC ના આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2100 સુધીમાં વિશ્વ ભારે ગરમી સહન કરશે. જો કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે તો તાપમાનમાં સરેરાશ 4.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી બે દાયકામાં તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જ્યારે તાપમાન એટલું વધી જાય છે, ત્યારે સ્વાભાવિક છે કે ગ્લેશિયર મોટા પ્રમાણમાં પીગળી જશે અને તેના પાણી મેદાનો અને ભાવનગર, ઓખા અને કંડલા જેવા દરિયાઈ વિસ્તારના શહેરોમાં વિનાશ લાવશે.

NASAનું સી લેવલ પ્રોજેક્શન ટુલ
નાસાના પ્રોજેક્શન ટૂલમાં, વિશ્વનો નકશો બનાવવામાં આવ્યો છે જે દર્શાવે છે કે વિશ્વના કયા ભાગમાં કયા વર્ષમાં સમુદ્રનું સ્તર કેટલું વધશે. આ પ્રથમ વખત છે જ્યારે નાસાએ સમગ્ર વિશ્વમાં આગામી કેટલાક દાયકાઓમાં વધતા જળ સ્તરને માપવા માટે નવું ટૂલ બનાવ્યું છે. આ સી લેવલ પ્રોજેક્શન ટુલ દરિયાકિનારો ધરાવતા વિશ્વના તમામ દેશોમાં સમુદ્રનું જળસ્તર માપી શકે છે.

ગુજરાતના 3 સહીત દેશના 12 શહેરોમાં જળસ્તર વધવાનું જોખમ
વર્ષ 2100 સુધીમાં ભારતના 12 શહેરો અડધા ફૂટથી લગભગ સાડા ત્રણ ફૂટ સુધી દરિયાના પાણીમાં ડૂબી જશે. કારણ કે ત્યાં સુધીમાં ગરમી એટલી વધી જશે કે સમુદ્રનું સ્તર પણ વધશે. સૌથી વધુ જોખમ ધરાવતા શહેરો છે-

1) ભાવનગર : વર્ષ 2100 સુધીમાં દરિયાનું સ્તર 2.69 ફૂટ ઉપર આવશે, જે ગયા વર્ષ સુધી 3.54 ઇંચ વધ્યું હતું.

2) કોચી : અહીં દરિયાનું પાણી 2.32 ફૂટ ઉપર આવશે, જે ગયા વર્ષ સુધી 2.36 ઇંચ વધ્યું હતું.

3) મોરમુગાઓ : અહીં દરિયાનું સ્તર 2.06 ફૂટ વધશે, જે ગયા વર્ષ સુધી 1.96 ઇંચ વધ્યું હતું.

4) ઓખામાં દરિયાનું પાણી 1.96 ફૂટ વધશે,

5) તુતીકોરિનમાં દરિયાનું પાણી 1.93 ફૂટ વધશે

6) પારાદીપમાં સમુદ્ર જળસપાટી 1.93 ફૂટ વધશે

7) મુંબઈમાં દરિયાનું પાણી 1.90 ફૂટ વધશે,

8) કંડલામાં સમુદ્ર જળસપાટી 1.87 ફૂટ વધશે

9) મેંગલોરમાં દરિયાનું સ્તર 1.87 ફૂટ વધી જશે

10) ચેન્નઈમાં દરિયાનું પાણી 1.87 ફૂટ વધશે

11) વિશાખાપટ્ટનમમાં સમુદ્ર જળસપાટી 1.77 ફૂટ વધી જશે

12)કીડરોપોર : 2100 સુધીમાં અડધો ફૂટ પાણી વધી જશે

આ 12 શહેરોમાં વર્ષ 2100 સુધીમાં સમુદ્રનું જળસ્તર વધવું ખુબ જ ચિંતાજનક છે. કારણ કે આ તમામ દરિયાકાંઠાના વિસ્તારો અને શહેરોમાં ઘણા સ્થળોએ મુખ્ય બંદરો છે, વ્યાપાર કેન્દ્રો છે. મત્સ્યઉદ્યોગ અને તેલનો વેપાર થાય છે. દરિયાનું સ્તર વધવાથી ભૌગોલિક નુકસાન તો થશે જ, સાથે ભારે આર્થિક નુકસાન પણ થશે.

સી લેવલ પ્રોજેક્શન ટૂલ દુનિયાની આંખ ઉઘાડનારૂ 
નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે નાસાનું આ સમુદ્ર જળસ્તર માપવાનું સી લેવલ પ્રોજેક્શન ટૂલ વિશ્વના નેતાઓ, વૈજ્ઞાનિકોને એ કહેવા માટે પૂરતું છે કે આગામી સદી સુધીમાં આપણા ઘણા દેશો જમીનના ક્ષેત્રમાં નાના થઈ જશે. કારણ કે દરિયાનું સ્તર ખૂબ ઝડપથી વધશે, જે એક મોટો પડકાર બનશે. આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો પડશે. નહિંતર, ઉદાહરણો દરેકની સામે છે. ઘણા ટાપુઓ ડૂબી ગયા છે, અન્ય ઘણા ટાપુઓ સમુદ્રમાં ડૂબવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો : CHANDRAYAN-2ના નિર્માણમાં ગુજરાતની મહત્વની ભૂમિકા, જામનગરમાં બનાવાયેલા મશીનથી બનશે અવકાશયાનના પાર્ટ્સ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati