ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં દેશ કેવી રીતે આગળ ધપી શકે તે મુદ્દે કેવડિયામાં ચર્ચા કરાઈ

દેશમાં ફોરેન્સિક લેબને કેવી રીતે અદ્યતન બનાવાય તે મુદ્દા પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. નવી ટેકનોલોજીથી ગુના કઈ રીતે ઉકેલી શકાય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બાબતો પર પણ મુખ્ય ચર્ચા થઈ હતી.

ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં દેશ કેવી રીતે આગળ ધપી શકે તે મુદ્દે કેવડિયામાં ચર્ચા કરાઈ
Amit shah at Kevadia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 6:20 PM

કેવડિયા ખાતે બે દિવસની ફોરેન્સિક સાયન્સની કોન્ફરન્સમાં અમિત શાહ હાજર રહ્યા

આધુનિક જમાનો ફોરેન્સિક સાયન્સનો છે અને આ દિશામાં દેશ કેવી રીતે આગળ ધપી શકે તે માટે નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયા (Kevadiya)  ટેન્ટસિટી (Tan city)  માં બે દિવસની ફોરેન્સિક સાયન્સની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. દેશમાં ફોરેન્સિક લેબને કેવી રીતે અદ્યતન બનાવાય તે મુદ્દા પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. નવી ટેકનોલોજીથી ગુના કઈ રીતે ઉકેલી શકાય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બાબતો પર પણ મુખ્ય ચર્ચા થઈ હતી. વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે શાળા કોલેજમાં વિષય તરીકે સામેલ કરવાની પણ વાત થઈ હતી. દેશના રાજયકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રા, 13 સાંસદો અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

કેવડિયા ખાતે આપદા વ્યવસ્થાપન અંગે સંસદીય સલાહકાર બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાર્યો અને વ્યવસ્થાપન અંગે વિગતવાર વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ ગૃહમંત્રાલય NDMA (National Disaster Management Authority )અને NDRF (National Disaster Response Force)ના સંકલન અંગે જણાવ્યું હતું કે , આ ત્રણેય વિભાગ એકબીજા સંકલન સાધીને કુદરતી આફતો દરમિયાન લોજિસ્ટિક્સ અને નાણાકીય સહાય પૂરી પાડીને તેમજ પ્રતિભાવ અને રાહત પગલાંનું સંકલન કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે ગૃહમંત્રીએ કહ્યું કે આપદા મિત્ર યોજનામાં જનભાગીદારીની ભાવના ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યાં સુધી લોકો તેમાં જોડાય નહીં ત્યાં સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ છેક સુધી પહોંચતું નથી . સાથે જ તેમણે સમિતિના સભ્યોને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-2005માં વિગતવાર સુધારા માટે તેમના સૂચનો આપવા વિનંતી કરી

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

સાથે જ તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં ભારત વિશ્વમાં મોખરે છે અને 2047માં આઝાદીના સો વર્ષ પૂરા થવાથી ભારત આ ક્ષેત્રમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરશે, આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, NDMA અને NDRF સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં આપત્તિ વ્યવસ્થાપનનો ખ્યાલ પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે અને પ્રાચીન સમયમાં શહેરની રચના સમયે આપત્તિ વ્યવસ્થાપનનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. આજે આધુનિક સમયમાં લોકોને કુદરતી આફતોની વહેલી ચેતવણી આપવા માટે SMS, મોબાઇલ એપ્લિકેશન્સ અને પોર્ટલ જેવી નવીન ટેકનિક દ્વારા સત્વરે માહિતી અને ચેતવણી પહોંચાડવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">