Statue of Unity નર્મદા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનું આયોજન

આ કોન્ફરન્સના વિષયો ગુજરાત હાઇકોર્ટના(Gujarat Highcourt) મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર દ્વારા હાઇકોર્ટના ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને પસંદ કરવામાં આવ્યા છે. જેથી કરીને ખુબ જ સુસંગત તેમજ સમકાલીન વિષયો પર વિચારો અને અનુભવનું શ્રેષ્ઠતમ આદાન-પ્રદાન થઇ શકે અને ન્યાય પ્રણાલીને વધુ ઉત્કૃષ્ટ બનાવી શકાય

Statue of Unity નર્મદા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનું આયોજન
National Judicial Conference at Statue of Unity Narmada
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 10:21 PM

ગુજરાત હાઇકોર્ટના(Gujarat Highcourt) મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના  ન્યાયાધીશોના  માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું (Judicial Conference) ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલ 2022ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity) પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભારત સરકારના કાયદા અને ન્યાયના મંત્રી કિરણ રિજિજુ અને જસ્ટીસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટીસ એસ. અબ્દુલ નઝીર, જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ બેલા એમ.ત્રિવેદી –સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો પણ આ કોન્ફરન્સમાં વિશેષ અતિથીઓ તરીકે હાજર રહેશે.અને તેઓ વિવિધ વિષય ઉપર પોતાના અનુભવ અને વિચારો વ્યક્ત કરશે. ગુજરાત રાજ્યના કાયદા અને ન્યાય વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉદઘાટન કાર્યક્રમાં હાજરી આપશે.

ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર બે સત્રો યોજાશે

જેમાં 9 એપ્રિલ, 2022 ના રોજ મધ્યસ્થીકરણ વિષય પર ત્રણ સત્રો યોજાશે. જ્યારે 10 એપ્રિલ, 2022 ના રોજ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર બે સત્રો યોજાશે. ડો. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ-કમીટીના અધ્યક્ષ “ફ્યૂચર ઓફ જસ્ટીસ–ટેકનોલોજી અને જ્યૂડિશિયરરી “વિષય પર કોન્ફરન્સના બીજા દિવસે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધશે.

ઓનલાઈન મધ્યસ્થીકરણ પર પણ ચર્ચા કરવામાં આવશે

મધ્યસ્થીકરણ પરના સત્રોમાં વાણિજ્યિક મધ્યસ્થીકરણ વિશેની વિગતો અને તેના લાભાર્થીઓને થતા લાભો ઉપરાંત કોર્ટ સાથે જોડાયેલી મધ્યસ્થીકરણ સંબંધિત પાસાઓને પણ આવરી લેવામાં આવશે. કેસ દાખલ કરતા પહેલાની મધ્યસ્થીકરણની પ્રકિયા અને લાભો તેમજ ઓનલાઈન મધ્યસ્થીકરણ પર પણ ચર્ચા કરવામાં આવશે.આ કોન્ફરન્સમાં તમામ મુખ્ય ન્યાયાધીશો અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે વિવિધ હાઇકોર્ટના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના રજીસ્ટ્રારો પણ હાજર રહેશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ કોન્ફરન્સના વિષયો મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર દ્વારા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને પસંદ કરવામાં આવ્યા છે. જેથી કરીને ખુબ જ સુસંગત તેમજ સમકાલીન વિષયો પર વિચારો અને અનુભવનું શ્રેષ્ઠતમ આદાન-પ્રદાન થઇ શકે અને ન્યાય પ્રણાલીને વધુ ઉત્કૃષ્ટ બનાવી શકાય.કોન્ફરન્સની કાર્યવાહીનું ગુજરાત હાઇકોર્ટની ઓફીશીયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  Porbandar : માધવપુર ઘેડના મેળામાં 10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો :  Amreli : ધરોઇ ગામના ઉપસરપંચ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતાં મામલો ઉગ્ર બન્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">