નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પટાંગણમાં વહેલી સવારે ગુંજયા ભગવાન સુર્ય નારાયણના સપ્તનામ

| Edited By: | Updated on: Jan 01, 2024 | 2:17 PM

નર્મદા : વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતમાં સામુહિક 'સૂર્ય નમસ્કાર' કાર્યક્રમ યોજાયો હતો.

નર્મદા : વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતમાં સામુહિક ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમ યોજાયો હતો.

મોઢેરા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમને જીવંત પ્રસારણ નિહાળી સૂર્ય નમસ્કારની ઉજવણી સંદર્ભે પ્રેરક ઉદબોધન હાજર લોકોએ સાંભળ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે કહ્યું હતું કે સૂર્યનમસ્કાર થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે. અને શરીરના તમામ રોગો સામે રક્ષણ મળે છે. સાથે સૌને સૂર્યનમસ્કાર થકી સૌર ઊર્જા મળે છે.ડૉ. દર્શનાબેન દેશમુખે પ્રતિદિન 10 મિનિટ સૂર્યનમસ્કાર કરવા સૌને આહવાન અપીલ કર્યું હતું.

આ પણ વાંચો : સુરતમાં આયોજિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પરિણામ અંગે વિવાદ સર્જાયો, જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો