NARMADA : કેવડિયા બનશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર, બેટરી સંચાલિત વાહનો દોડશે

NARMADA : વડાપ્રધાને નર્મદાના કેવડિયા સ્થિત SOU આસપાસના વિસ્તારને નો-પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. આ સાથે જ કેવડિયા દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હિકલ શહેર બનશે તેમ પણ પીએમએ ઉમેર્યું છે.

NARMADA : કેવડિયા બનશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર, બેટરી સંચાલિત વાહનો દોડશે
કેવડિયા બનશે દેશનું પ્રથમ ઇ-વ્હીકલ શહેર
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 7:36 PM

NARMADA : World Environment Day નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની જાહેરાત કરી હતી. વડાપ્રધાને નર્મદાના કેવડિયા સ્થિત SOU આસપાસના વિસ્તારને નો-પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. આ સાથે જ કેવડિયા દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હિકલ શહેર બનશે તેમ પણ પીએમએ ઉમેર્યું છે. આ સાથે કેવડિયા આવતા પ્રવાસીઓ અવરજવર માટે ફક્ત ઈલેક્ટ્રિક બસ, કાર કે રિક્ષાનો જ ઉપયોગ કરી શકશે. વડાપ્રધાનની આ પહેલ પાછળ પર્યાવરણની રક્ષાનો ઉદ્દેશ્ય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચુઅલ સંબોધનમાં આ વિશે માહિતી આપી હતી. પીએમએ કહ્યું કે, હું તમને ભવિષ્યની એક યોજના વિશે જણાવવા માંગુ છું. ગુજરાતના મનમોહક શહેર કેવડિયામાં ફક્ત બેટરી સંચાલિત વાહનોને જ પરમિશન અપાશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફક્ત આવા વાહનોને જ પ્રાથમિકતા અપાશે. આ જાહેરાત પહેલા જ વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવિડયામાં ફક્ત ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રાથમિકતા આપવાનું નક્કી કરી લીધું હતું.

કેવડિયામાં ઈલેક્ટ્રિક બસ અને અન્ય પાર્કિંગ સ્ટેન્ડ તૈયાર કરાશે આગામી સમયમાં કેવડિયામાં ઈલેક્ટ્રિક બસ સહિતના વાહનો ફરજિયાત થશે. અત્યાર સુધી કેવડિયામાં પ્રવાસીઓ માટે 80 બસ દોડાવવામાં આવતી હતી. આ માટે વિશેષ બસ સ્ટેન્ડ પણ તૈયાર કરાયા હતા. હવે આ બસોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી હવે આ બસસ્ટેન્ડની જગ્યા પર ઈ-બસોના પાર્ક તૈયાર થશે. આ સ્થળે અન્ય ઈ-વ્હિકલ પાર્ક કરવાની પણ વ્યવસ્થા ઉભી કરાશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઈ-વ્હિકલની પ્રેરણા યુરોપયન દેશોમાંથી મળી કેવડિયામાં ઈ-વ્હિકલ યોજનાની પ્રેરણા યુરોપના વિવિધ દેશોમાંથી મળી છે. યુરોપીયન ખંડના દેશો ફ્રાંસ, જર્મની અને ઈટાલીમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ ઈ-બાઈક્સ જ હોય છે. વર્ષ 2020માં યુરોપીયન દેશોમાં ઈ-વ્હિકલની લોકપ્રિયતા ખૂબ જ વધી છે. આ વર્ષે યુરોપના વિવિધ દેશોમાં 4 બિલિયન ડૉલરની કિંમતના ઈ-બાઈક્સ વેચાયા હતા.

કેવડિયામાં પ્રદૂષણ ઓકતાં વાહનો પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો છે નર્મદા જિલ્લામાં 42 ટકા વિસ્તારમાં જંગલો છે. જેથી આ વિસ્તારનું વાતાવરણ ખુશનુમા અને શુદ્ધ હોય છે. જેથી કેન્દ્ર સરકારે અહીં મોટા ઉદ્યોગો નહીં સ્થાપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે કેવડિયાને નો-પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. જેથી કેવડિયામાં પ્રદૂષણ ઓકતા વાહનો પર પ્રતિબંધ મૂકયો છે. હવે અહીં ઈ-વ્હિકલ જેવા કે બસ, કાર, રિક્ષાઓ વગેરે દોડવવા માટે સ્થાનિક આદિવાસીઓને તાલિમ પણ આપવામાં આવશે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">