Narmada : આદી બજારોની(Adi Bazaar) શ્રેણી સાથે સુસંગત રહેતા, આદિવાસી સંસ્કૃતિ અને ભોજનની ભાવનાની ઉજવણી, ગુજરાતના નર્મદા જિલ્લામાં એકતા નગર, કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અન્ય એક આદી બજારનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું છે. 26મી માર્ચથી શરૂ થયેલા અને 5મી એપ્રિલ સુધી ચાલનાર 11 દિવસીય ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘઘાટન(Inauguration) વિવિધ મંત્રીઓની હાજરીમાં કરાયું હતું.
પ્રતિષ્ઠિત સ્મારક, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતા 11-દિવસીય વાઇબ્રન્ટ પ્રદર્શનમાં 100 થી વધુ સ્ટોલ છે અને તે દેશભરના 10થી વધુ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.આ આદિ બજારો જે આદિવાસી જીવનના મૂળભૂત સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે તે વંચિત આદિવાસીઓની આજીવિકા સુધારવા માટે ટ્રાઇફેડના સઘન પ્રયાસોનો એક ભાગ છે. જેમને છેલ્લા બે વર્ષમાં મોટી અસર થઈ છે.
11 દિવસના આ ફેસ્ટિવલમાં દેશના 10 રાજ્યોમાંથી આદિવાસી હસ્તકલા, કલા, પેઇન્ટિંગ્સ, ફેબ્રિક અને જ્વેલરીનું પ્રદર્શન-કમ-વેચાણ(Tribal Fair) જોવા મળશે. ટ્રાઇફેડ, આદિવાસી સશક્તિકરણ તરફ કામ કરતી નોડલ એજન્સી તરીકે, આદિવાસી લોકોની જીવનશૈલી અને પરંપરાને જાળવી રાખીને, તેમની આવક અને આજીવિકા સુધારવામાં મદદ કરતી અનેક પહેલો કરી રહી છે.
આ કાર્યક્રમમાં ડો. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોર, ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, વિધાન અને સંસદીય બાબતોના મંત્રી નિમિષાબેન સુથાર, ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી રામસિંહ રાઠવા, ચેરમેન, ટ્રાઇફેડ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે આ આદિવાસીઓની કલાને ઉજાગર કરવા આદી બજારનું આયોજન થયું છે.