નર્મદા ડેમની સપાટી 133.95 મીટર પર પહોંચી, ડેમની સપાટીમાં દર કલાકે 3થી 4 સેન્ટિમીટરનો વધારો

છેલ્લા 25 દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમના (Sardar Sarovar Narmada Dam) ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂા.4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે.

નર્મદા ડેમની સપાટી 133.95 મીટર પર પહોંચી, ડેમની સપાટીમાં દર કલાકે 3થી 4 સેન્ટિમીટરનો વધારો
નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:44 AM

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે ચાલુ સીઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના (Narmada Dam) 5 દરવાજા 30 સેન્ટિમીટર ખોલવામાં આવ્યા છે. હાલ અંદાજે 20 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં (Narmada River) છોડવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેને કારણે નર્મદા ડેમની જળસપાટી 133.95 મીટર પર પહોંચી છે. ડેમની સપાટીમાં દર કલાકે 3થી 4 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં સરેરાશ 1 લાખ 80 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેની સામે 133.51 મીટર પાણી ભરાઈ ચૂક્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નાંદોદ, તિલકવાડા, વડોદરા, ભરૂચ સહિતના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

4.8 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન

છેલ્લા 25 દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂ. 4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસના 4 યુનિટ મારફત સરેરાશ રૂ 98 લાખની કિંમતનું 4.8 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે હતી. હાલમાં 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો

નર્મદા ડેમની જેમ જ ઉકાઈ ડેમની જળસપાટી 335 ફૂટને પાર જતા ડેમના 22 પૈકી 12 દરવાજા નવ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી 1 લાખ 82 હજાર ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી હતી અને તાપી નદીની આસપાસના વિસ્તારોના ગામના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરતનો કોઝ-વે 9.31 મીટરની સપાટીએ વહેતો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">