નર્મદા : ગરુડેશ્વરના ખડગદા ગામે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અંતર્ગત પ્રથમ બાલિકા પંચાયતની રચના કરાઈ 

નર્મદા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ખડગદા ગામે 'બેટી બચાવો બેટી પઢાઓ' અંતર્ગત પ્રથમ બાલિકા પંચાયતની રચના સંબંધી કાર્યવાહી કરવામાં આવી હતી. પંચાયતની રચના માટે સામાન્ય રીતે પંચાયતીરાજ અધિનિયમ હેઠળ સામાન્ય ચૂંટણી થાય છે.

નર્મદા : ગરુડેશ્વરના ખડગદા ગામે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અંતર્ગત પ્રથમ બાલિકા પંચાયતની રચના કરાઈ 
| Edited By: | Updated on: Jan 18, 2024 | 12:50 PM

નર્મદા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ખડગદા ગામે ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અંતર્ગત પ્રથમ બાલિકા પંચાયતની રચના સંબંધી કાર્યવાહી કરવામાં આવી હતી. પંચાયતની રચના માટે સામાન્ય રીતે પંચાયતીરાજ અધિનિયમ હેઠળ સામાન્ય ચૂંટણી થાય છે તેવી જ પ્રક્રિયા અનુસરી વહીવટી તંત્રના સહયોગથી બાલિકા પંચાયત રચના માટે સામાન્ય ચૂંટણી 2023-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું.

ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર ઓફ વિમેન ટીમ, પીબીએસસી ટીમ તથા એજ્યુકેશન વિભાગ શાળાના આચાર્ય અને સ્થાનિક મુળ પંચાયત સરપંચ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ગામની 11 વર્ષથી લઈને 18 વર્ષ ઉંમરની તમામ દિકરીઓનુ એક મતદાર મંડળ તૈયાર કરી તે દિકરીઓમાંથી સરપંચ પદ કે સભ્ય પદ માટે ફોર્મ ભરાવી ચૂંટણીમા ઉમેદવાર ઉભા રાખેલા તથા ગામમાં મુખ્યત્વે 7 વોર્ડમાં વોર્ડ મુજબ 23 સભ્ય તરીકે અને 04 સરપંચ પદે ઉમેદવારી કરી હતી. સ્કુલના મુખ્ય શિક્ષકશ્રી ચૂંટણી અધિકારીશ્રી તરીકે સેવા આપી ફોર્મ મંજૂર નામંજૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુપ્ત મતદાન મુળ ચૂંટણી પ્રક્રિયાની જેમ ચૂંટણી પ્રક્રિયા કરી હતી. તમામ સભ્યો વચ્ચે મત ગણતરી કરી વિજેતા સરપંચ તથા સભ્ય ઉમેદવાર જાહેર કરવામાં આવ્યું છે. બાલિકા પંચાયતની પ્રથમ ચૂંટણી પ્રક્રિયા દ્વારા રચના કરી બીબીબીપી યોજના અંતર્ગત નેત્રુત્વ, શિક્ષણ, સહભાગીતા તથા આગામી મહિલાઓ માટે સાંસદથી વિધાનસભા, પંચાયત માટે આગામી સમાન અવસર આપતા અધિનિયમ મુજબ જાગૃતીકરણ કરવામાં આવ્યું હતું.

બાલિકા પંચાયત શું છે?

“બાલિકા પંચાયત” નું સંચાલન 11-21 વર્ષની વયના લોકો દ્વારા કરવામાં આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીના સામાજિક અને રાજકીય વિકાસને પ્રોત્સાહન આપવાનો અને સમાજમાંથી બાળલગ્ન અને દહેજ પ્રથા જેવી દુષણોને દૂર કરવાનો છે. પંચાયતનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે છોકરીઓ રાજકારણમાં આગળ વધે તેમ હોય છે. બાલિકા પંચાયતમાં, ગ્રામ પંચાયતની જેમ જ સભ્યોનું નામાંકન કરવામાં આવે છે.

બાલિકા પંચાયતની પહેલ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જે ‘બેટી બચાવો બેટી પઢાઓ ‘ અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી છે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો