રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે જળાશયો છલકાયા, રાજ્યના 53 ડેમ હાઇએલર્ટ પર

રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજ્યમાં 10 જેટલા ડેમ (Gujarat Dam) 100 ટકા ભરાઇ ગયા છે. તો રાજ્યના 53 ડેમ હાઇએલર્ટ (High alert) પર છે. તો નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. 24 કલાકમાં 1.75 મીટરનો વધારો થયો છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે જળાશયો છલકાયા, રાજ્યના 53 ડેમ હાઇએલર્ટ પર
રાજ્યના જળાશયો ભરાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 11:59 AM

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેર (Rain) જોવા મળી રહી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી. છેલ્લા 24 કલાકમાં 80 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. આ તાલુકાઓમાં 1 ઇંચથી લઇને 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બનાસકાંઠામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજ્યમાં 10 જેટલા ડેમ (Gujarat Dam) 100 ટકા ભરાઇ ગયા છે. તો રાજ્યના 53 ડેમ હાઇએલર્ટ (High alert) પર છે. આ 53 ડેમ 90 ટકા ભરાઇ જતા હવા છલકાવાની તૈયારીમાં છે.

રાજ્યના ડેમમાં પાણીની આવક વધી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યના નદી-નાળા છલકાયા છે. તો રાજ્યના ડેમોમાં પણ પાણીની આવક વધી છે. રાજ્યમાં જળાશયોમાં હાલ પાણીની સ્થિતિની વાત કરીએ તો 207 ડેમ સરેરાશ 60.08 ટકા ભરાયેલા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડેમ 22 ટકા ભરાયેલા છે. તો મધ્ય ગુજરાતના ડેમ 42.70 ટકા ભરાયેલા છે. દક્ષિણ ગુજરાતમાં ડેમ 70.86 ટકા ભરાયેલા છે. કચ્છમાં 70.40 ટકા, સૌરાષ્ટ્રમાં 141 ડેમ 55 ટકા ભરાયેલા છે. તો રાજ્યમાં 53 ડેમ સરેરાશ 90 ટકા ભરાયેલા હોવાના પગલે હાઇએલર્ટ પર છે. 8 ડેમ 80 ટકા ભરાયેલા હોવાથી એલર્ટ પર છે. તો 14 ડેમ 70 ટકા ભરાતા ચેતવણી આપવામાં આવી છે.

નર્મદા ડેમની જળસપાટી વધી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. 24 કલાકમાં 1.75 મીટરનો વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125.79 મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં કુલ પાણી સ્ટોરેજ 1820 મિલિયન ક્યુબીક મીટર છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસના તમામ યુનિટ શરૂ કરાયા છે. પાણીની આવક 2, 92,000 ક્યુસેક છે. મધ્યપ્રદેશના ઈન્દીરાસાગરના તમામ દરવાજા ખોલાયા છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

રાજ્યમાં 100 ટકા ભરાયેલા જળાશયો

કચ્છ જિલ્લાના અબડાસામાં જગડીયા ડેમ 100 ટકા ભરાયો છે. પોરબંદરનો સોરઠી ડેમ 100 ટકા ભરાયેલો છે. નવસારીના વાંસદામાં આવેલો જૂજ ડેમ 100 ટકા ભરાયો છે. કચ્છના બેરાચીયા ડેમ અને ભરૂચના ઝઘડીયાના ધોલી ડેમમાં 100 ટકા પાણી ભરાયુ છે. નવસારીના વાંસદામાં કેલીયા ડેમ અને કચ્છના અબડાસાનો મીતી ડેમ 100 ટકા ભરાયો છે. કચ્છના મૂંદ્રામાં આવેલો ગજોદ ડેમ 100 ટકા ભરાયો છે. કચ્છ નખત્રાણાનો ગજાસર ડેમ 100 ટકા ભરાયો છે. જામનગરનો વગાડીયા ડેમ પણ 100 ટકા ભરાયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">