કૃષિ અને MSME માટે નાબાર્ડ આ વર્ષે 2.48 લાખ કરોડનું ધિરાણ કરશે, મુખ્યમંત્રીએ સ્ટેટ ફોકસ પેપર જારી કર્યું

કૃષિ અને MSME માટે નાબાર્ડ આ વર્ષે 2.48 લાખ કરોડનું ધિરાણ કરશે, મુખ્યમંત્રીએ સ્ટેટ ફોકસ પેપર જારી કર્યું
NABARD lend Rs 2.48 lakh crore for agriculture and MSMEs next year, CM releases state focus paper

નાબાર્ડ (NABARD)ના રાજ્યમાં વર્ષ ર૦રર-ર૩ દરમિયાન કૃષિ-સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. ૧.૧૩ લાખ કરોડ અને MSME માટે રૂ. ૧.૦૯ લાખ કરોડ અને અન્ય પ્રાયોરિટી સેક્ટર્સ માટે રૂ. ર૬ હજાર કરોડનું ધિરાણ કરશે તેનો અંદાજ રજૂ કરાયો છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jan 18, 2022 | 3:51 PM

નાબાર્ડના રાજ્યમાં વર્ષ 2022-23 દરમિયાન કૃષિ-સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. 1.13 લાખ કરોડ અને MSME માટે રૂ. 1.09 લાખ કરોડ અને અન્ય પ્રાયોરિટી સેક્ટર્સ માટે રૂ. 26 હજાર કરોડનું ધિરાણ કરશે તેનો અંદાજ રજૂ કરાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)એ નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (NABARD) દ્વારા 2022-23ના વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતા સ્ટેટ ફોકસ પેપરનું વિમોચન કર્યુ હતું.

નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાનું આ ફોકસ પેપર તૈયાર કરવામાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, બેન્કો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.

નાબાર્ડ દ્વારા અગ્રિમ ક્ષેત્રે વર્ષ 2022-23 માટે રાજ્યની ધિરાણ સંભવિતતા જે રૂ. 2.48 લાખ કરોડ દર્શાવવામાં આવી છે તેમાં કૃષિ (Agriculture) અને સંલગ્ન ક્ષેત્રોમાં રૂ. 1.13 લાખ કરોડ, MSME સેક્ટર માટે રૂ. 1.09 લાખ કરોડ અને અન્ય અગ્રિમ-પ્રાયોરિટી સેક્ટર માટે રૂ. ર૬રપપ કરોડનો હિસ્સો ધરાવે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અગ્રતા ક્ષેત્રના ધિરાણના વિકાસને આકાર આપનારા આ ડૉક્યુમેન્ટને ઝીણવટપૂર્વક તૈયાર કરવા માટેના નાબાર્ડના પ્રયાસોની સરાહના કરી હતી.

નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડૉ. જ્ઞાનેન્દ્ર મણિ એ આ ડૉક્યુમેન્ટ અંગે કહ્યું કે, બેન્કો દ્વારા તૈયાર કરવામાં આવતા એન્યુઅલ ક્રેડીટ પ્લાન માટેનો તે આધાર બનાવે છે. આ ઉપરાંત આ ડૉક્યુમેન્ટમાં ક્ષેત્રીય મુદ્દાઓ અને વિકાસની સંભાવનાઓને સાકાર કરવા માટેના સૂચનો પણ પ્રકાશિત કરાય છે.

આ પોણ વાંચોઃ Surat: બપોર સુધી કોરોનાના કેસો એક હજારને પાર, 1.63 લાખ બાળકોનું વેક્સિનેશન પૂર્ણ

આ પણ વાંચોઃ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે ઉભી થયેલ PDEUમાં મોટા પાયે અનિયમીતતાનો કોંગ્રેસનો આક્ષેપ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati