ભાવનગરમાં નજીવી બાબતમાં યુવકની હત્યા, પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી

Bhavnagar ના ફુલસર વિસ્તારમાં ઠપકો આપવાની નજીવી બાબતમાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે.

ભાવનગરમાં નજીવી બાબતમાં યુવકની હત્યા, પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી

Bhavnagar ના ફુલસર વિસ્તારમાં ઠપકો આપવાની નજીવી બાબતમાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ મૃતક યુવાને પોતાની માનીતી બહેનને હેરાનગતિ કરનારા યુવાનને ઠપકો આપ્યો હતો. જેના પગલે આ શખ્સોએ યુવાન પર કિન્નાખોરી રાખીને હુમલો કર્યો હતો. જેમાં ચાર શખ્સોએ યુવક પર તલવાર અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. Bhavnagar ની આ ઘટનામાં મૃતકની માનેલી બહેનને વિશાલ સોલંકી નામનો યુવાન હેરાન કરતો હતો.જેમાં મૃતકનો ભાઇ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

આ સમગ્ર ઘટનાના પંથકમા ઘેરા  પ્રત્યાધાત પડ્યા છે. તેમજ  આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ હુમલો કરનારા લોકોની પણ શોધખોળ હાથ ધરી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati