Mucormycosis: ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને ઈન્જેક્શન ફાળવવામાં તંત્ર સદંતર નિષ્ફળ

મ્યુકોરમાઈકોસિસની સારવાર લેતા ખાનગી હોસ્પિટલના દર્દીઓ માટે ઈન્જેક્શનની વ્યવસ્થા તો ગોઠવવામાં આવી, પરંતુ આ વ્યવસ્થા ફક્ત નામ પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે.

| Updated on: May 24, 2021 | 4:11 PM

મ્યુકોરમાઈકોસિસની સારવાર લેતા ખાનગી હોસ્પિટલના દર્દીઓ માટે ઈન્જેક્શનની વ્યવસ્થા તો ગોઠવવામાં આવી, પરંતુ આ વ્યવસ્થા ફક્ત નામ પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે. ઈન્જેક્શન ફાળવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. કારણ કે અમદાવાદની એલજી હોસ્પિટલ બહાર એવું પોસ્ટર લગાવી દેવાયું છે કે, ઈન્જેક્શનનો સ્ટોક સરકાર પાસે છે.

સરકાર એલજી હોસ્પિટલને આપતી નથી અને દર્દીના સગાને અહીં મોકલે છે. હાલમાં એલજી હોસ્પિટલમાં દાખલ 45 દર્દીને આપી શકાય તેટલો 1100 ઈન્જેક્શનનો સ્ટોક જ ઉપલબ્ધ છે. ગુરુવારે સરકારે જાહેર કર્યું હતું કે, શહેરની ગમે તે ખાનગી હોસ્પિટલમાં દાખલ મ્યુકોરમાઈકોસિસના દર્દીને એલજી હોસ્પિટલમાંથી ઈન્જેક્શન મળી શકશે.

એલજીની બહાર રોજે દર્દીના સગાંની લાઈનો લાગી રહી છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્ય સરકાર કોર્પોરેશનની હોસ્પિટલોને બદનામ કરવા એલજીને ઈન્જેક્શન આપવા નોડલ એજન્સી બનાવી છે. ઈન્જેક્શનનો સંપૂર્ણ સ્ટોક સરકાર પાસે છે. સરકાર કોર્પોરેશનને ઈન્જેક્શન આપી રહી નથી.

હેલ્થ કમિશનર અને હેલ્થ સેક્રેટરીને વારંવાર ઈમેલ કરીને ઈન્જેક્શન ઈશ્યુ કરવા રિમાઈન્ડર મોકલ્યા છે તેમ છતાં ઈન્જેક્શનો સ્ટોક આવી રહ્યો નથી. સરકારે ઈન્જેક્શન આપવા નથી તો પછી કેમ એલજીને બદનામ કરવા જાહેરાત કરી તે સમજાતું નથી.

કોર્પોરેશને કરેલા પરિપત્ર પ્રમાણે ખાનગી હોસ્પિટલના ઓફિશિયલ ઈમેલ આઈડી પરથી એલજીના ઓફિશિયલ ઈમેલ આઈડી પર આવતા દર્દીના ડેટાનું એલજીના ઈએનટી, ઓપ્થોલ્મોલોજી અને મેડિસિન વિભાગના ડૉક્ટરોની ટીમ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે અને સ્ટોક મુજબ ઈન્જેક્શન ફાળવવામાં આવશે.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">