Mucormycosis : રાજ્યમાં મ્યુકરમાઇકોસિસનો કહેર યથાવત, રાજ્યમાં મ્યુકરમાઇકોસિસના 82 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યા બાદ હવે મ્યુકોરમાઇકોસિસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યના 6 શહેર-જિલ્લામાં ગઇકાલે મ્યુકોરમાઇકોસિસના 82 નવા કેસો સાથે 5 દર્દીના મોત નિપજ્યા છે.

Mucormycosis : રાજ્યમાં મ્યુકરમાઇકોસિસનો કહેર યથાવત, રાજ્યમાં મ્યુકરમાઇકોસિસના 82 નવા કેસ નોંધાયા
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 26, 2021 | 9:17 AM

Mucormycosis : રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યા બાદ હવે મ્યુકોરમાઇકોસિસે (Mucormycosis) હાહાકાર મચાવ્યો છે. રાજ્યના 6 શહેર-જિલ્લામાં ગઇકાલે મ્યુકોરમાઇકોસિસના 82 નવા કેસો સાથે 5 દર્દીના મોત નિપજ્યા છે. વિગતવાર વાત કરીએ તો રાજ્યના સુરતમાં મંગળવારે વધુ 17 નવા કેસ સાથે 3 દર્દીઓના મોત મ્યુકોરમાઇકોસિસથી થયાં છે.

વડોદરામાં (Vadodara)  મ્યુકરના વધુ 19 નવા કેસ સાથે 2 દર્દીના મોત નિપજ્યા છે.અમદાવાદના (Ahmedabad) સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલમાં મંગળવારે બ્લેક ફંગસ (Black Fungus) વધુ 27 નવા કેસ નોંધાયા.જ્યારે વલસાડમાં (Valsad) મ્યુકરના વધુ ચાર નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 22 થઇ છે.

કચ્છમાં (Kutch) મ્યુકરના વધુ 13 નવા કેસ નોંધાયા, જેમાં 7 દર્દી કોવિડ અને પાંચ દર્દી નોન કોવિડ હતા. મંગળવારે જામનગરમાં નવા બે કેસ નોંધાતા મ્યુકરના કુલ કેસની સંખ્યા 116 થઇ છે. અત્યારસુધી જામનગરમાં 4 લોકોને આ રોગ ભરખી ગયો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રાજકોટ સિવિલમાં કોરોના કરતા મ્યુકરમાઇકોસિસના કેસ બમણા 

રાજકોટ સિવિલમાં કોરોના કરતા મ્યુકરના કેસ બમણાથી પણ વધારે છે. જેના કારણે રાજકોટમાં મ્યુકરથી બચવા માટે ગામે ગામ નાક સાફ અભિયાન શરૂ કરાયું છે. જેમાં 700 આરોગ્ય કર્મીઓને તાલીમ અપાઈ છે. આ તરફ અમદાવાદ સિવિલમાં મ્યુકરના 439 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે, એક જ દિવસમાં 20 થી વધુ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

અમદાવાદ સિવિલમાં કુલ 356 સર્જરી થઇ ચૂકી છે, તો 130 જેટલા દર્દીઓ તો ઓપરેશન માટે અત્યારે વેઈટિંગ છે. મ્યુકર દર્દીઓને ખાવા લાયક પણ નથી છોડ્યા. અમદાવાદ સિવિલમાં અત્યાર સુધી 81 ના દાંત-દાઢ-જડબા-તાળવા દૂર કરાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">