દ્વારકાના જામખંભાળિયામાં 7 ઇંચથી વધુ વરસાદ, કલ્યાણપુરનો શેઢાભાડથરી ડેમ ઓવરફ્લો

ભારે વરસાદના કારણે દ્વારકા અને જામખંભાળીયાનો હાઈવે બંધ થયો છે. જામખંભાળીયા નજીક આવેલા ખોડિયાર મંદિર પાસેના ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 4:45 PM

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલો શેઢાભાડથરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોના રવિ પાકને ફાયદો થશે. ડેમ ભરાઈ જતા નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. કાનપર શેરડી, ચૂર, ચપર, માંગલિયા, હરિપર ગામોને એલર્ટ કરાયા છે.

ભારે વરસાદના કારણે દ્વારકા અને જામખંભાળીયાનો હાઈવે બંધ થયો છે. જામખંભાળીયા નજીક આવેલા ખોડિયાર મંદિર પાસેના ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. પુલનું કામ ચાલતું હોય ત્યારે ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો. હાઇવે બંધ થતાં વાહનોની લાંબી કતાર જોવા મળી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ પડવાથી શહેરના મુખ્ય માર્ગો પર ચોતરફ પાણી ભરાયાં હતાં, જ્યારે જિલ્લાના રાવલમાં પણ ભારે વરસાદ પડતાં ચોતરફ પાણી ફરી વળ્યાં હતાં.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં અલગ-અલગ વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં નગરગેટ, રામનાથ સોસાયટી રોડ અને લુહાર શાળ સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ભારે વરસાદને લીધે રસ્તાઓ પર પાણી વહેતાં થતાં નદી જેવાં દૃશ્યો સર્જાયાં હતાં.

જામનગરમાં બુધવારે બપોરના સમયે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં વાહનચાલકોની હાલાકી વધી હતી. થોડા દિવસ પહેલાં શહેરના નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેથી ફરી એકવાર જામનગર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોની ચિંતા વધી છે.

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">