
છેલ્લા એક માસમાં આણંદ જિલ્લાના પાળજ, ત્રણોલ અને રતનપુરા ગામમાં અમૂલ ચરમ દાણ ખવડાવવાને કારણે 150 કરતા વધારે દૂધાળી ગાયો અને વાછરડાના છેલ્લા એક માસમાં મોત થયા છે. પશુપાલકોનો આક્ષેપ છે કે, અમુલ ડેરી દ્વારા આપવામાં આવેલા ચરમીયા નાશક દાણ અમારા પશુઓને ખવડાવતા છેલ્લા એક મહિનામાં ગાયો અને વાછરડા મરી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું તાત્કાલિક અસરથી પ્રદેશ પ્રમુખના આદેશથી વિખેરાયું
જોકે, અમુલના સત્તાધીશો દ્વારા પશુપાલકોને કોઈ નક્કર જવાબો ન આપવામાં આવતા ઉશ્કેરાયેલા પશુપાલકોએ આજે અમૂલ ડેરી બહાર મૃતક ગાયોનું બેસણું રાખ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહી મૃતક ગાયોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રામધૂન બોલાવી હતી અને માગ કરી હતી કે, સરકારે અમને સહાય કરવી જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો