ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 687 નવા કોરોના પોઝિટિવ કેસ, 340 દર્દી થયા સ્વસ્થ

ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 687 નવા કોરોના પોઝિટિવ કેસ, 340 દર્દી થયા સ્વસ્થ
તસવીર પ્રતિકાત્મક છે.

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 687 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 340 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસના લીધે 24 કલાકમાં 18 દર્દીના મોત થયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

TV9 WebDesk8

| Edited By: Kunjan Shukal

Sep 25, 2020 | 7:24 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 687 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 340 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસના લીધે 24 કલાકમાં 18 દર્દીના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  મુંબઈમાં મુશળધાર વરસાદ, હવામાન વિભાગે લોકોને ઘરમાં જ રહેવા કરી અપીલ

કોરોના વાઈરસ સામેની લડાઈમાં રાજ્યમાં કુલ 3,95,873 શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.  ગુજરાતમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યામાં પ્રતિદિવસ વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકના સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર હેઠળ 7,839 દર્દી છે. આ દર્દીઓમાં 61 વ્યક્તિને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  જ્યારે 7,778 દર્દીની તબિયત સ્થિર છે.  રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ કુલ 24,941 દર્દીને રજા આપવામાં આવી છે.  કોરોના વાઈરસના લીધે ગુજરાતમાં કુલ 1,906 લોકોનો જીવ ગયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા તો સુરતમાં કોરોનાના કેસમાં નોંધાયો ઉછાળો

more 687 new corona virus cases reported in gujarat state last 24 hour chhela 24 kalak ma corona na vadhu 687 nava positive case nondhaya

 

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો નવા 195 કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં નવા કેસ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધારે કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે.  સુરત કોર્પોરેશનની હદમાં 190 નવા પોઝિટિવ કેસ 24 કલાકમાં નોંધાયા છે. આ સિવાય સુરતના ગ્રામ્ય વિસ્તારમાં 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati