કોરોના વાઈરસના રેકોર્ડ બ્રેક કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના રાજ્યમાં નવા 441 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે અને તેની સંખ્યા 349 છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 49 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 186 દર્દીઓએ કોરોના વાઈરસની સામે જિંદગીનો જંગ જીત્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જિલ્લાવાર નોધાયેલાં નવા કેસની વિગત
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 441 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં 349, વડોદરામાં 20 કેસ, સુરતમાં 17 કેસ, રાજકોટમાં 01 કેસ, ભાવનગરમાં 02 કેસ, ગાંધીનગરમાં 02 કેસ, પાટણમાં 02 કેસ, પંચમહાલમાં 04 કેસ, બનાસકાંઠા- મહેસાણામાં 10કેસ, બોટાદમાં 08 કેસ, ખેડા અને મહીસાગરમાં 04 કેસ, અરવલ્લી અને જુનાગઢમાં નવા 2-2 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો :
આજના નવા 441 કેસ સાથે કુલ કેસની વિગત જિલ્લા મુજબ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રાજ્યમાં કોરોના વાઈરસના કેટલાં ટેસ્ટ કરાયા
કોરોના વાઈરસના ટેસ્ટની વિગત જોઈએ તો રાજ્યમાં કુલ 89632 કોરોનાના શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી પોઝિટિવ કેસની સંખ્યા 6245 છે. રાજ્યમાં કોરોના વાઈરસના દર્દીઓની સ્થિતિમાં 29 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.