રાજકોટ-ચોટીલા હાઇવે પર મુસાફર ભરેલી એસ.ટી.બસ પલટી, તમામ મુસાફરો અને ડ્રાયવરનો આબાદ બચાવ

આ ઘટના બામણબોર જીઆઇડીસી નજીક ઘટી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં તમામ મુસાફરોનો અને ડ્રાયવરનો આબાદ બચાવ હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 10:13 PM

ગુજરાતમાં(Gujarat)તહેવારોના દિવસોમાં અકસ્માતની(Accident)ઘટનાઓ વધી રહી છે. જેમાં રાજકોટ-ચોટીલા હાઇવે(Chotila Hiway)પર એસટી બસે પલટી જવાની ઘટના સામે આવી છે. જેમાં દાહોદ-રાજકોટ રૂટની બસ પલટી ગઇ હતી. આ સમયે બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા.

આ ઘટના બામણબોર જીઆઇડીસી નજીક ઘટી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં તમામ મુસાફરોનો અને ડ્રાયવરનો આબાદ બચાવ હતો. તેમજ આ દુર્ઘટનામાં બસમાં બેસેલા મુસાફરોને સામાન્ય ઇજા થઇ હતી. પરંતુ ચોટીલા હાઇવે પર અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ થયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આ વિસ્તારોમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકામાં પણ ભક્તોની ભારે ભીડ, હોટલમાં હાઉસફૂલના પાટિયા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">