Morbi: હળવદના કવડીયા પાસે તેલ ભરેલું ટેન્કર પલટ્યું, લોકોએ તેલ લેવા કરી પડાપડી, જુઓ VIDEO

હળવદના પાટિયા પાસે તેલ બરેલો ટ્ર પલટી જતા આસપાસના વિસ્તારના લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી.લોકોએ કેરબા,ડોલ જે હાથમાં આવ્યું એ લઈને તેલ લેવા માટે પડાપડી કરી હતી.

Morbi: હળવદના કવડીયા પાસે તેલ ભરેલું ટેન્કર પલટ્યું, લોકોએ તેલ લેવા કરી પડાપડી, જુઓ VIDEO
Morbi:Tanker overturns, locals rush to siphon off spilling oil
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 19, 2021 | 2:12 PM

Morbi: મોરબીમાં હળવદના (Halwad)કવાડિયા પાટિયા પાસે તેલ ભરેલ ટ્રક પલટી  જતા હાઈવે પર તેલની રેલમછેલ થતા ટ્રાફિક જામ(Traffic jam)ના દ્રશ્યો સર્જાયા હતા. તેલ ભરેલી ટ્રક (Truck)પલટી જતા લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી.ઉલ્લેખનીય છે કે આ ટ્રક ધાંગ્રધા તરફથી આવતો હતો ત્યારે અચાનક ટ્રક પલટી જતા હાઈવે પર તેલની રેલમછેલ થઈ હતી. મોરબી હાઈવે પર ટ્રક પલટી જતા  હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

મહત્વપૂર્ણ છે કે, ટ્રકમાંથી તેલ ઢોળાતા આસપાસના વિસ્તારના લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી.લોકોએ કેરબા, ડોલ જે હાથમાં આવ્યું એ લઈને તેલ લેવા માટે ઉમટ્યા હતા.

આ પણ વાંચો: Valsad : કપરાડામાં ધોધમાર વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા

આ પણ વાંચો: GIR SOMNATH : વેરાવળમાં મુખ્ય બજારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, 12 લોકોનો આબાદ બચાવ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati