
Morbi News: બંને યુવકોએ સાથે મળી સગીરાને મોબાઈલના માધ્યમથી સંપર્કમાં આવી બાદમાં સગીરાના અશ્લીલ ફોટા પાડી લઈ વીડિયો કોલ કરી આપત્તિજનક માગ કરી મજબુર કરી સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદમાં સગીરાને બ્લેકમેઇલ કરી 70 હજાર રોકડા, સોનાની બૂટી અને મોબાઈલ ફોન પડાવી લેવાની ઘટના સામે આવી છે. સમાજ માટે લાલબતી સમાન આ કિસ્સામાં સગીરાની માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: Morbi News: મોરબી રાજકોટ રોડ પર ચાલુ બાઈકે કપલે કર્યો રોમાન્સ, Video થયો વાયરલ
હાલના સમયમાં મોબાઈલ એક જીવન જરૂરી સાધન બની ગયું છે. માતા-પિતા પોતાના સગીરવયના દીકરા દીકરીઓને મોબાઈલ આપી દે છે જેથી તેઓ સ્કૂલ કે ટ્યુશન ગયા હોય અને મોડું થાય તો તેનો આસાનીથી સંપર્ક થઈ શકે. પરંતુ હાલના ઈન્ટરનેટના યુગમાં મોબાઈલ સગવડતાને બદલે ઘણા લોકો માટે અગવડતા ઉભી કરનાર સાબિત થઈ રહ્યો છે.
મોબાઈલનો દુરુપયોગ કરતો આ કિસ્સો આજના વાલીઓ અને સમાજ માટે લાલબતીરૂપ સાબિત થયો છે. મોરબી શહેરમાં રહેતા એક મહિલાએ મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મોરબી તાલુકાના રફાળિયા ગામે રહેતા આરોપી મિતલ સોલંકી અને શહેરના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ મોચીશેરીમાં રહેતા કિશન રમેશભાઇ કૈલા નામના શખ્સોએ 13 વર્ષની સગીરા સાથે મોબાઈલ ફોનના માધ્યમથી સંપર્કમાં આવી તેણી સાથે મિત્રતા કરી હતી.
સૌથી પહેલા મિતલ સગીરાના સંપર્કમાં આવ્યો હતો, બાદમાં મિતલે કિશન સાથે મિત્રતા રાખવા માટે કહ્યું હતું. કિશને સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી સાંઇબાબાના મંદીરે બોલાવી તેની સાથે બળજબરીથી સેલ્ફી લઇ અભદ્ર માંગણી કરી હતી, તેમજ વીડિયો કોલ કરી બળજબરીથી સગીરાને નગ્ન થવા મજબુર કરી વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું.
રેકોર્ડિંગ કરેલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કિશને સગીરા પાસેથી કટકે કટકે 70 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આરોપી આટલેથી નહીં અટકતા તેણે સગીરા પાસેથી એક જોડી સોનાની બુટી તેમજ મોબાઈલ ફોન પડાવી લીધો હતો.
આ સમગ્ર મામલે સગીરાના માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 384, 354 (A), 354 (D), 506 (2), 114 અને પોક્સો એક્ટ 2012ની કલમ 12, 17, 18 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(With Input Credit- Rajesh Ambaliya morbi)
Published On - 2:04 pm, Mon, 16 October 23