બીજી તરફ હળવદ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન મોદી પણ દુઃખ વ્યક્ત કર્યું. જેમાં મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી દરેક મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકાર તરફથી પણ 2-2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.મહત્વનું છે કે હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી.
મોરબી જિલ્લાની હળવદ GIDCમાં થયેલી દુર્ઘટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મૃતકોની પરિવારજનોને 2-2 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. તો ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.બીજી તરફ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાહત નિધિમાંથી મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. CMO તરફથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી.
મોરબી જિલ્લાની હળવદ GIDCમાં મીઠાના કારખાનામાં મોટી દુર્ઘટના બની છે. કારખાનામાં દિવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મૃત્યુ થયા છે. તંત્ર દ્વારા દિવાલ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત આ ઘટના 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટમાં ખસેડવામાં આવી રહ્યા છે. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.
હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાની આસપાસ અચાનક કારખાનાની દીવાલ ધસી પડતાં અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા હતા. ઘટના બાદ તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મીઠાના કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.