પ્રેમમાં એક ના થઇ શકવાના ડરે મોત કર્યું વ્હાલું, પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મુકીને કરી આત્મહત્યા

હળવદ તાલુકાના સુખપર રેલ્વે ફાટક નજીક એક ગામના પ્રેમી પંખીડાઓ શનિવારે પ્રેમમાં પાગલ થઈને રેલ્વે ટ્રેન નીચે પડતું મુક્યું. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

  • Publish Date - 12:12 pm, Sun, 27 June 21 Edited By: Gautam Prajapati
પ્રેમમાં એક ના થઇ શકવાના ડરે મોત કર્યું વ્હાલું, પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મુકીને કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસ્વીર

હળવદ તાલુકાના એક ગામનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ તાલુકાના એક નાનકડા ગામમાં રહેતા યુગલે ટ્રેન નીચે પડતું મુકીને પોતાના જીવનો અંત લાવ્યો. ઘટના ઘટતા જ વિસ્તારમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કહેવાઈ રહ્યું છે કે પ્રેમમાં એક ના થઇ શકવાના ડરના કારણે બંને એ મોતનો વિકલ્પ પસંદ કર્યો.

હળવદ તાલુકાના સુખપર રેલ્વે ફાટક નજીક એક ગામના પ્રેમી પંખીડાઓ શનિવારે પ્રેમમાં પાગલ થઈને રેલ્વે ટ્રેન નીચે પડતું મુક્યું. આત્મહત્યાના આ બનાવથી નાનકડા એવા ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ગામના લોકોને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારબાદ રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને થોડી વધુ તપાસ હાથ ધરી હતી.

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આત્મહત્યાના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના એક ગામમાં પ્રેમમાં આંધળા બનેલા પ્રેમી પંખીડાઓએ મોત વ્હાલું કરતા ચકચાર મચી ગયો. હળવદ તાલુકામાં આવેલા રેલ્વે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી નાનકડા એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

આ પણ વાંચો: Rajkot: ચોરીની કારના ચેચીસ નંબર બદલીને વેચાણ કરવાનું મોટું કૌભાંડ, બે વ્યક્તિની ધરપકડ

સુખસર ગામની નજીક આવેલ રેલ્વે ટ્રેક પર ગોધની ફાટક નજીકના એક ગામના યુવક અને તે જ ગામની યુવતીએ આ પગલું ભર્યું હતું. બંનેએ એક જ ગામે રહેતા હતા. બંનેની આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમી પંખીડાઓ પ્રેમમાં એ હદ સુધી પાગલ થઇ ગયા કે એક ના થઇ શકવાના ડરથી મોત વ્હાલું કર્યું.

મળેલી માહિતી પ્રમાણે સમાજના લોકો એક નહીં થવા દે તે ડરના કારણે બંનેએ ટ્રેન નીચે પડતું મુક્યું. આ ઘટનાની જાણ આજુબાજુના લોકો, ગામ લોકો તેમજ સગા સંબંધીઓ અને ખેત મજૂરોને થતા સૌ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ રેલ્વે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી હતી.

 

આ પણ વાંચો: ગર્વ છે ગુજરાતને: 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો થકી 9 રાજ્યોમાં આટલા ટન ઓક્સિજન સપ્લાય