મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચનાની માંગણી અંગે આજે સુપ્રીમમાં સુનાવણી

તાજેતરમાં જ  મોરબી (Morbi) નગરપાલિકાએ  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર કર્યો છે કે જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની કોઇ મંજૂરી આપવામાં આવી નહોતી. જેમાં ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી બ્રિજ જોખમી હાલતમાં હોવાની જાણ હોવા છતા પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરાયો હતો

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચનાની માંગણી અંગે આજે સુપ્રીમમાં સુનાવણી
Supreme Court (File photo)
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Nov 21, 2022 | 8:25 AM

મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવાની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ એડવોકેટ વિશાલ તિવારીની પીઆઈએલ પર સુનાવણી કરશે. વિશાલ તિવારીએ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ઘટના અધિકારીઓની બેદરકારી અને ઘોર નિષ્ફળતા દર્શાવે છે.

એડવોકેટ વિશાલ તિવારીએ 1 નવેમ્બરના રોજ આ મુદ્દે કોર્ટને તાકીદે યાદી બનાવવાની વિનંતી કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો હતો કે કોર્ટ મોરબી દુર્ઘટનાના મુદ્દે સત્વરે સુનાવણી કરશે. તેમની અરજીમાં એડવોકેટ વિશાલ તિવારીએ જણાવ્યું હતું કે, “છેલ્લા એક દાયકાથી, આપણા દેશમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં ગેરવહીવટ, ફરજમાં બેદરકારી અને જાળવણીની બેદરકારીને કારણે મોટી જાનહાનિ થઈ છે, જેને ટાળી શકાયું હોત. નોંધનીય છે કે 30 ઓક્ટોબરે દિવાળીના તહેવાર બાદ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો બ્રિટિશ સમયનો કેબલ બ્રિજ તૂટી પડતાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 134 લોકોનાં મોત થયાં હતાં.

મોરબી નગરપાલિકાએ સ્વીકાર્યું કે પુલના ઉપયોગ માટે કોઈ મંજૂરી નહોતી

તાજેતરમાં જ  મોરબી નગરપાલિકાએ  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર કર્યો છે કે જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની કોઇ મંજૂરી આપવામાં આવી નહોતી. જેમાં ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી બ્રિજ જોખમી હાલતમાં હોવાની જાણ હોવા છતા પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરાયો હતો. જેના પગલે  ગુજરાત હાઇકોર્ટે મોરબી નગરપાલિકા સામે કરી આકરી ટીપ્પણી કરીને કહ્યું હતું કે જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અંજતા ગ્રુપને કામ કઇ રીતે અપાયુ. તેમજ MOU કે એગ્રીમેન્ટ વિના પુલના ઉપયોગની છૂટ કઇ રીતે અપાઇ. આ ઉપરાત હાઇકોર્ટે 24 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રુબરુ હાજર રહેવા આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે ઉઠાવેલા સવાલોના જવાબ સોંગદનામા પર રજૂ કરવા પણ આદેશ આપ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં  આ   કેસની વધુ સુનાવણી 24 નવેમ્બરે વધુ હાથ ધરાશે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂઓમોટો દાખલ

મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સૌથી અગત્યની વાત એ કહી શકાય કે મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટ તરફથી કેટલાક નિર્દેશો આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર પંચ, મોરબી ક્લેક્ટર, ગૃહ વિભાગ, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. તો દુર્ઘટના પર પ્રસિદ્ધ થયેલા સમાચાર અહેવાલોને ધ્યાને લેવા હાઇકોર્ટે સૂચન કર્યા છે

આ ઘટનામાં જોવું રહ્યું કે આજે સુપ્રીમ કોર્ટ તથા 24 નવેમ્બરના રોજ  ગુજરાત હાઇકોર્ટ દ્વારા શું  નિર્ણય જાહેર કરવામાં આવે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati