પોરબંદરમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO
પોરબંદર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેર, કુતિયાણા અને રાણાવાવમા મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. અહી મુશળધાર વરસાદ તો વરસ્યો જ છે સાથે સાથે ભાદર નદીના પાણી પોરબંદર-જૂનાગઢ સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરી વળ્યા છે, જેને પગલે ચોંટા ગામ પાસે હાઈવે બંધ કરાયો […]
પોરબંદર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેર, કુતિયાણા અને રાણાવાવમા મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. અહી મુશળધાર વરસાદ તો વરસ્યો જ છે સાથે સાથે ભાદર નદીના પાણી પોરબંદર-જૂનાગઢ સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરી વળ્યા છે, જેને પગલે ચોંટા ગામ પાસે હાઈવે બંધ કરાયો છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી છે. ભારે વરસાદને પગલે એમ.જી રોડ, ફુવારા સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજીતરફ રાણા કંડોરણા ગામની મીણસાર નદી બે કાંઠે વહી રહી છે. આંકડાની વાત કરીએ તો પોરબંદરમાં 3 ઈંચ, રાણાવાવમાં 4 ઈંચ અને કુતિયાણામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: નકલી પોલીસથી રહેજો સાવધાન! નકલી પોલીસનો આતંક, જુઓ VIDEO