ગુજરાતના આ સ્થાન પર ધરતી ફાટી અને પાણીના રૂપે સરસ્વતીનું અવતરણ થયું, 25 વર્ષ બાદ ફરી ભૂગોળીય ચમત્કાર સર્જાયો

તમામ આશાઓ ખૂટી ગઈ, પ્રયત્નો છતાં નિરાશા મળી. પણ અંતે સરસ્વતી આવ્યા છે વ્હારે. વાત છે પાટણના સમી પંથકની કે, જ્યાં રણ વિસ્તારમાં સરસ્વતી નદીનું પાણી ધરતીફાટ થઈને નીકળ્યું છે. આજે અમે તમને એવી હકિકત બતાવવા જઈ રહ્યા છીએ. જે કદાચ તમારા માનવામાં નહીં આવે, તમે ચોંકી જોશો, આશ્ચર્યચકિત થઈ જશો. પણ જ્યારે તમે દ્રશ્યો […]

ગુજરાતના આ સ્થાન પર ધરતી ફાટી અને પાણીના રૂપે સરસ્વતીનું અવતરણ થયું, 25 વર્ષ બાદ ફરી ભૂગોળીય ચમત્કાર સર્જાયો
TV9 Webdesk12

|

Jun 07, 2019 | 6:43 AM

તમામ આશાઓ ખૂટી ગઈ, પ્રયત્નો છતાં નિરાશા મળી. પણ અંતે સરસ્વતી આવ્યા છે વ્હારે. વાત છે પાટણના સમી પંથકની કે, જ્યાં રણ વિસ્તારમાં સરસ્વતી નદીનું પાણી ધરતીફાટ થઈને નીકળ્યું છે. આજે અમે તમને એવી હકિકત બતાવવા જઈ રહ્યા છીએ. જે કદાચ તમારા માનવામાં નહીં આવે, તમે ચોંકી જોશો, આશ્ચર્યચકિત થઈ જશો. પણ જ્યારે તમે દ્રશ્યો જોશો તો તમે પણ કહી ઉઠશો કે -ખરેખર રણમાં થયો ચમત્કાર.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બાઈક ચાલકો માટે રાહતના સમાચારઃ RTO દ્વારા આ ખાસ સુવિધાનો લાભ તમે 7 જૂનથી લઈ શકશો

સરહદી અને અંતરિયાળ એવા સમી પંથકના ગામો વચ્ચે સર્જાયેલું આ દ્રશ્ય ખરેખર કૂતુહલ સર્જે છે. કારણ કે, જ્યાં પાણી આવવાની કોઈ આશા જ નથી, ત્યાં પાતાળમાંથી આપમેળે જ મીઠુ જળ આવી રહ્યું છે. જાણે કે અહીં સાક્ષાત મા સરસ્વતીજી પ્રગટ્યા છે. લોકો તો આ ઘટનાને આસ્થા સાથે જોડીને વધાવી રહ્યા છે. અને મંદિરની કામગીરી પણ આરંભી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાટણના આ રણ વિસ્તારમાં પાણી ફૂટવાની ઘટના પહેલીવાર નથી. આ અગાઉ 25 વર્ષ પહેલા પણ પાણીની તંગી વચ્ચે પાણી ફૂટી નીકળ્યું હતું. જેના સાક્ષી સમી તાલુકાના ગોધાણી ગામના લોકો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati