વડોદરાના સિંધુ સાગર તળાવના બ્યુટીફીકેશનનો કરોડોનો ખર્ચ પાણીમાં, લોકો પરેશાન

Vadodara ના વારસિયા વિસ્તારમાં આવેલા સિંધુ સાગર તળાવની કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કર્યા બાદ પણ યોગ્ય નિભાવણી ન થતા સિંધુ સાગર તળાવની મુલાકાતે આવતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરાના સિંધુ સાગર તળાવના બ્યુટીફીકેશનનો કરોડોનો ખર્ચ પાણીમાં, લોકો પરેશાન
FIle Photo

Vadodara ના વારસિયા વિસ્તારમાં આવેલા સિંધુ સાગર તળાવની કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કર્યા બાદ પણ યોગ્ય નિભાવણી ન થતા સિંધુ સાગર તળાવની મુલાકાતે આવતા લોકોને અનેક  સમસ્યાઓનો  સામનો કરવો પડી રહ્યો છે. Vadodara ના વારસિયા વિસ્તારમાં આવેલું સિંધુ સાગર તળાવ સિંધી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે, જે તળાવ ખાતે આસપાસના રહીશો રોજે વૉક કરવા માટે આવે છે. પરંતુ કરોડોના ખર્ચે તળાવના બ્યુટીફીકેશન બાદ તેની નિભવણી ન થતાં રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જળધારા હોવા છતાંય તેમાંથી પાણી આવતું નથી. તળાવમાં ડ્રેનેજનું દૂષિત પાણી છોડવામાં આવતું હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે .

તળાવની આજુબાજુ ઠેર ઠેર સેફટી વોલમાં ગાબડાં પડ્યા છે. ઉપરાંત બેસવાના બાંકડા પણ તૂટેલી હાલત હોવાથી રોજ મુલાકાત લેતાં રહીશો ત્રસ્ત થઇ ગયાં છે. તેવામાં વધુ તાજેતરમાં તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયાની વિગતો પ્રકાશમાં આવતા સમાજ ના આગેવાન એ દુઃખ વ્યક્ત કરી મનપા તંત્ર પાસે યોગ્ય નિભવણીની માંગ કરી છે.

આમતો વડોદરા શહેરના મોટાભાગના તળાવોની હાલત દયનિય છે, તળાવોની બ્યુટીફીકેશનના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati