સમગ્ર સૌરાષ્ટ્ર જળબંબાકાર, આગામી કલાકોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં સતત વરસાદ પડી રહ્યો છે. રાજકોટ-જામનગર સહિતના વિસ્તારમાં પુરની સ્થિતી સર્જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 5:03 PM

આગામી બે-ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે (Met Department) સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ભાવનગર, પોરબંદર, અમરેલી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં પણ  ભારે વરસાદ પડશે. વીજળીના કડાકા સાથે પવનની ગતિ પણ તેજ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

 

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા વરસાદની ઘટ્ટને કારણે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા. પરંતુ શ્રાવણ સરવરીયા બાદ ભાદરવામાં મેઘો મન મુકીને વરસ્યો છે. ખેડૂતોને પણ જે પાક નિષ્ફળ જવાની ભીતી હતી. જે ધોધમાર અને શ્રીકાર વરસાદને કારણે ચિંતા દુર થઈ છે.

 

રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં સતત ઘણા કલાકોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે અને એવામાં હવામાન વિભાગની આ આગાહી લોકોની તેમજ પ્રશાસનની ચિંતા વધારનારી છે. જામનગરમાં ભારે વરસાદની સ્થિતીને કારણે મુખ્યમંત્રીએ બચાવકાર્યના તાત્કાલીક આદેશ આપ્યા છે.

 

જામનગર નજીકનું અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયું છે. અલિયાબાડા ગામ બેટમાં ફેરવાતા ફાયરની ટીમ તૈનાત કરાઈ છે. ફાયરની ટીમે 25 લોકોનું રેસ્ક્યુ કર્યુ છે. હજુ પણ સ્થિતિ સ્ફોટક, વધુ રેસ્ક્યુ કરવાની તાતી જરૂરીયાત છે. એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.

 

આ પણ વાંચો  : Saurashtra Rain : જામનગરમાં જળબંબાકાર, રાજકોટમાં સાંબેલાધાર, જુનાગઢ, ગોંડલ, અમરેલીમાં ભારે વરસાદ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">