ગુજરાતના(Gujarat) ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi) મોઢેરાને સોલર વિલેજ તરીકે જાહેર કર્યા બાદ મોઢેરાના સુર્યમંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ(Light And Sound Show) શોનું કર્યું લોકાર્પણ કર્યું હતું. જેના પગલે સૌર ઉર્જા સંચાલિત હેરિટેજ લાઈટિંગ અને 3D પ્રોજેક્શનનો શુભારંભ થયો છે. આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મોઢેરાના ઐતિહાસિક વિરાસતની ઝાંખી દર્શાવામાં આવી છે. તેમજ રોશનીથી મોઢેરાનું સુર્ય મંદીર ઝળહળી ઉઠ્યું છે. જેમા સૂર્ય મંદિરનું મહત્વ, વિશ્વ અને ભારતમાં સ્થપાયેલા સૂર્ય મંદિરોની માહિતી તેમજ આદિત્ય અને પ્રકૃતિના સંબંધની પ્રતિકૃતિ જોવા મળશે. . લાઇટ એન્ડ સાઉન્ડ શો રાત્રે 7 થી 8 કલાકના સમયગાળા દરમ્યાન રજૂ કરવામાં આવ્યો હતો.
Live: મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લઈને મંદિરમાં સૌરઊર્જાથી સંચાલિત ૩-ડી મેપિંગ શૉ અને હેરિટેજ લાઈટીંગનું લોકાર્પણ કરતાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. https://t.co/fZ8T2Ymd4X
— CMO Gujarat (@CMOGuj) October 9, 2022
સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3-D પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3-D પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15-18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-D પ્રોજેક્શન દરરોજ સાંજે 7:00 થી 7:30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છેકે મોઢેરા ગામ સમગ્ર દેશમાં એક રોલ મોડલ તરીકે ઉભર્યું છે. આ ગામના મકાનો સરકારે સોલાર પેનલ સ્થાપિત કરીવામાં આવી છે, અને અહીં નાગરિકો, સૌર ઉર્જાથી ઉત્પન્ન વીજળીનો 24 કલાક ઉપયોગ કરે છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સૂર્યનગરી મોઢેરા ખાતે કાયમી ધોરણે 3-D પ્રોજેક્શન મેપિંગ તેમજ મોન્યુમેન્ટ લાઈટીંગની શરૂઆત કરાઇ છે.દેશના પ્રધાનમંત્રીશ્રીએ આ લાઇટીંગ અને સાઉન્ડ શોનો પ્રારંભ કરાવ્યો હતો .
મોઢેરાના ઈતિહાસને ઉજાગર કરી પ્રવાસીઓને માહિતગાર કરવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ 3D પ્રોજેક્શન મેપિંગ તેમજ મોન્યુમેન્ટ લાઈટીંગનું આયોજન કરાયું છે.. આ 3D પ્રોજેક્શનનો 18 મીનીટનો શો દરરોજ સાંજે 2 વાર ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેરીટેજ લાઈટીંગને નિહાળવા સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી દેશ-વિદેશના પ્રવાસીઓ મુલાકાત કરી શકશે. મંગળવારથી પ્રવાસીઓ મોઢેરા સૂર્યમંદિર ખાતે 3-ડી પ્રોજેક્શન મેપિંગ શો તેમજ મોન્યુમેન્ટ લાઇટીંગનો આનંદ માણી શકશે.
મોઢેરા સૂર્યમંદિર હવે રાત્રિના સમયે પણ પ્રકાશથી ઝળહળી ઉઠશે. અહીં સૂર્યમંદિર પરિસરમાં સૌર ઉર્જા આધારિત સ્માર્ટ સ્ટ્રીટલાઇટ લગાવવામાં આવી છે ભારત સરકારના પર્યટન મંત્રાલય તથા કલ્ચર વિભાગ દ્વારા ભારતમાં જુની પૌરાણિક શૈલી તથા તેના ઈતિહાસને માહિતગાર થાય તેવા મોન્યુંમેન્ટસ પર લાઈટીંગ તથા લાઈટ અને સાઉન્ડ શો કામગીરી સૂર્યમંદિર મોઢેરા ખાતે કરાઇ છે
ભારતમાં મુખ્યત્વે આવેલા સૂર્યમંદિર પૈકી કોર્ણાકના સૂર્યમંદિર પર ખુબ જ સુંદર પ્રકારનો પ્રોજેક્શન મેપિંગ સાથેનો સાઉન્ડ અને લાઈટ શો કાર્યરત છે. આવુજ એક અકલ્પનીય સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જીલ્લાના મોઢેરા ખાતે આવેલું છે જેની પર દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવેલ છે. મોઢેરા ખાતેના કાર્યક્રમાં 150 થી વધુ કલાકારો દ્વારા મોઢેરા સૂર્યમંદિર ખાતે આદિત્ય હૃદયમ્ સ્તોત્રમ રજૂ કર્યો હતો. અદભૂત,એલૌકિક અને અદ્રિતિય આ સ્તોત્રમ ભરતનાટ્યમ, કથકલી, ઓડિસી, કથક, મણિપુરી, કુચીપુડી અને મોહિનીઅટ્ટમ જેવા 7 શાસ્ત્રીય નૃત્યોના સંગમથી રજૂ કરાયો હતો.