Mehsana : વંદે ગુજરાત વિકાસ યાત્રાનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જોરણંગથી પ્રારંભ કરાવ્યો

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં છેવાડાના માનવીને વિકાસના ફળ મળતા થયા છે.જન્મથી મૃત્યુ સુધી અનેક યોજનાઓ થકી આજે સરકાર હામી બની છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે દરેક ક્ષેત્રે પાયાથી માંડીને ઉંચી ઈમારત સુધીનું કામ કર્યું છે.

Mehsana : વંદે ગુજરાત વિકાસ યાત્રાનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જોરણંગથી પ્રારંભ કરાવ્યો
Mehsana Vande gujarat Vikas Yatra
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jul 05, 2022 | 10:40 PM

મહેસાણા(Mehsana)  તાલુકાના જોરણંગ ગામથી વંદે ગુજરાત વિકાસ યાત્રાના(Vande Gujarat Vikas Yatra)  પ્રારંભ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરેલ કાર્યો થકી ગુજરાતે વિશ્વ ગુરૂ બનવાની પહેલ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સલામતિ થકી રાજ્યના વિકાસનું મોડેલ બનાવ્યું છે.મંત્રીએ ઉમેર્યું હતું કે વંદે ગુજરાત વિકાસ યાત્રા નથી પરંતુ રાજ્યના 20 વર્ષના વિશ્વાસનો જનતાએ મુકેલ ભરોસો છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાની આશાઓ,આકાંક્ષાઓ પુર્ણ કરી શાસનની વ્યવસ્થાનો નવો માર્ગ કંડાર્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં છેવાડાના માનવીને વિકાસના ફળ મળતા થયા છે.જન્મથી મૃત્યુ સુધી અનેક યોજનાઓ થકી આજે સરકાર હામી બની છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે દરેક ક્ષેત્રે પાયાથી માંડીને ઉંચી ઈમારત સુધીનું કામ કર્યું છે.

રાજ્યમાં પાછલા બે દશકમાં થયેલા જનહિત કામો, લોકકલ્યાણ યોજનાઓ અને વિકાસની ગાથા પ્રજાજનો સુધી પહોચાડવા વંદે ગુજરાત વિકાસ યાત્રા તા.5 થી 19 જુલાઇ દરમ્યાન રાજ્યભરમાં યોજાવાની છે જે સંદર્ભે માહિતી આપતાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ અવિરત વિકાસ યાત્રા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સૌને સાથે લઇ વધુ નવી ઊંચાઇએ લઇ જવા પણ આ તકે પ્રેરણા આપી રહી છે. પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે દેશના પ્રઘાનમંત્રી જનહિતના 20 વર્ષની વિકાસ યાત્રાનું સરવૈયુ એટેલ 20 વર્ષનો વિશ્વાસ તેમણે ઉમેર્યું હતું કે જનતાની સુખાકારી માટે આ વંદે ગુજરાત વિકાસ યાત્રા મહત્વની સાબિત થશે. નાગરિકોને 20 વર્ષમાં કરેલા વિકાસ કામોની જાણકારી આપવામાં આવશે સાથે ઘર આંગણે વિવિધ યોજનાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે

આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરાયું છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની આ વિકાસયાત્રા એ વહીવટી તંત્રને પણ એક નવી દિશા આપી છે. આ પ્રસંગે આંબલીયાસણ જિલ્લા પંચાયતની બેઠકમાં સમાવિષ્ટ ગામમાં વિકાસ કામોના ખાતમુર્હુત,લોકાર્પણ અને નવા કામોની જાહેરાત કરી હતી.આ પ્રસંગે વિવિધ યોજનાકીય ફિલ્મ તેમજ ગુજરાત ગાનનો નાગરિકોએ આનંદ માણ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભનું વિતરણ કરાયું હતું.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

વંદે ગુજરાત વિકાસ યાત્રાના શુભારંભના પ્રસંગે સંસદ સભ્ય શારદાબહેન પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશ,ધારાસભ્ય અમજલજી ઠાકોર,કરશનભાઇ સોલંકી,અગ્રણી જશુભાઇ પટેલ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમીબેન,સરપંચ, વિવિધ વિભાગાનો અધિકારીઓ, પદાધિકારીઓ,ગ્રામજનો તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">